સઉદી: લાંબા સમયથી સઉદી અરબ પોતાની વિચિત્ર અને ખૌફનાક સજા માટે જાણીતું રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે ત્યાંના આકરા નિયમ અને કાયદા. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ કે આરોપીને છોડવામાં આવતા નથી. જોકે છેલ્લા કેટલાંક સમયથી સઉદી અરબમાં આપવામાં આવતી સજાઓમાં થોડી ઢીલ જોવા મળતી હતી. પરંતુ હવે આ દેશ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જે કોઈપણ માણસની આત્મા કંપાવવા માટે પૂરતું છે. સઉદી અરબ સરકારે છેલ્લા 10 દિવસમાં 12 લોકોના સર કલમ કર્યા. આ બધા લોકો સામે ડ્રગ્સ સંબંધિત કેસ ચાલી રહ્યા હતા. હેરાનીની વાત એ છે કે અનેક લોકોના માથા તલવારથી કાપવામાં આવ્યા છે. જે લોકોને આ સજા-એ-મોત આપવામાં આવી તે મોટાભાગે બીજા દેશના હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સજા મેળવનારા મોટાભાગના પ્રવાસી લોકો:
અંગ્રેજી અખબાર ટેલિગ્રાફના જણાવ્યા પ્રમાણે સઉદી અરબમાં જે 12 લોકોના માથા કાપવામાં આવ્યા. તે મોટાભાગે પ્રવાસી લોકો હતા. જેમાંથી 3 પાકિસ્તાની, 4 સિરીયાઈ અને 2 જોર્ડનના રહેવાસી હતા. જોકે આ બધા લોકોમાં 3 સઉદી અરબ નાગરિક પણ છે. બધા પર ડ્રગ્સ સંબંધિત કાયદાના ઉલ્લંઘનનો આરોપ હતો. જેના કારણે તેમને સજા-એ-મોત આપવામાં આવી હતી.


માર્ચ મહિનામાં 81 લોકોને સજા-એ-મોત:
માર્ચ મહિનામાં સઉદી અરબ સરકાર તરફથી 81 લોકોને સજા-એ-મોતનો આદેશ આપવામાં આવ્યો હતો. આ 81 લોકોમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલ લોકો પણ હતા. સઉદી અરબના મોડર્ન ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં સજા-એ-મોતની સજા આપવામાં આવી હતી. વર્ષ 2018માં સઉદી અરબ સરકારે આ સજાને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ચર્ચા ચાલી હતી કે સઉદી સરકાર આ પ્રકારે કડક સજા માત્ર તે લોકોને આપશે. જેમના પર કોઈની હત્યા કે મારકાપનો આરોગ લાગેલો હોય. મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે સઉદી સરકાર ચર્ચા કરી રહી છે કે કઈ રીતે મોતની સજાને ઓછામાં ઓછા લોકોને આપવામાં આવે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube