રિયાધઃ સાઉદી અરબ, વિશ્વનો સૌથી મોટો ખનિજ તેલ નિકાસકાર દેશ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે. સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાણકામ સહિતના અનેક ક્ષેત્રે ભારતમાં વિશાળ તકો શોધી રહ્યું છે. સાઉદીના રાજદૂત ડો. સઉદ બિન-મોહમ્મદ અલ-સતિએ જણાવ્યું કે, સાઉદી અરબ માટે ભારત આકર્ષક રોકાણ માટેનો દેશ છે અને અમે ખનિજ તેલ, ગેસ અને ખાણ ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી પર નજર રાખી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે."


સઉદીના રાજદૂત અલ-સતિએ વધુમાં જણાવ્યું કે, "સાઉદી અરામકો વેસ્ટ કોસ્ટ રિફાઈનરીમાં ઉર્જા ક્ષેત્રે 44 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અને રિલાયન્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા વિચારી રહી છે. તેનાથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે."


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...