Viral Video: છોકરાના ઘરે છોકરા થયા પણ 90 વર્ષના દાદાને સાંસારિક સુખના અભરખાં, પાંચમા લગ્ન કરી ઉપડ્યા હનીમૂન પર
Saudi Arabia Old Man: સાઉદી અરેબિયામાં રહેતા 90 વર્ષના નાસિર બિન દહૈમ બિન વહાક અલ મુર્શિદી અલ ઓતૈબી હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેની પાછળનું કારણ તેમના પાંચમા લગ્ન છે. તેઓએ તાજેતરમાં સાઉદીના અફિક પ્રાંતમાં તેમના પાંચમા લગ્નની ઉજવણી કરી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે, જેમાં તે લગ્નની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં નાસિર બિન દહૈમનો પૌત્ર તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યો છે. આ દરમિયાન પૌત્ર કહે છે કે હું મારા દાદાને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવું છું. સાઉદી અરેબિયામાં અરેબિયા ટીવીને ઈન્ટરવ્યુ આપતી વખતે વૃદ્ધે લગ્ન પાછળનો હેતુ શેર કર્યો. તેમણે ઇસ્લામના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સાહચર્યને પ્રોત્સાહન આપવા માટે લગ્નના મહત્વનો ઉલ્લેખ કર્યો.
આ પણ વાંચો:
રોજ રાતે પીને ભમ્મ થઈ જતા 'ભઈ'! જાણો રાષ્ટ્રપતિ હોવા છતાં કેમ કોઈ નહોતું માનતું આદેશ
બાપરે! 40 હાડપિંજર સાથે રહેતો હતો આ વ્યક્તિ, એક તો બેડ પર જ રાખ્યું હતું
વિજ્ઞાનીઓનો દાવો- વૃદ્ધાવસ્થાને યુવાનીમાં ફેરવવા માટે રાસાયણિક મિશ્રણ મળ્યું
સાંસારિક આનંદ મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય
નાસીર બિન દહૈમે ઈન્ટરવ્યુમાં હસતાં હસતાં કહ્યું કે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું. સાંસારિક આનંદ મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. જે યુવકો લગ્ન કરવાથી સંકોચ અનુભવે છે, હું તેમને લગ્ન કરવા વિનંતી કરું છું.
અલ ઓતૈબી ઉંમરને ધ્યાનમાં લીધા વિના લગ્નના ફાયદા અને તેનાથી મળતા આનંદને વ્યક્ત કરવામાં અચકાતાં નહોતા. તેમણે કહ્યું કે હું મારા હનીમૂનને લઈને ખુશ છું. લગ્ન એ ભૌતિક સુખનું સાધન છે અને વૃદ્ધાવસ્થા લગ્નના આનંદને અટકાવતી નથી.
મારે હજી પણ બાળકો જોઈએ છે
સાઉદી અરેબિયામાં રહેતા 90 વર્ષના નાસર બિન દહૈમ બિન વહાક અલ મુર્શિદી અલ ઓતૈબી 5 બાળકોના પિતા છે, જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન તેના પરિવાર વિશે પણ વાત કરી અને કહ્યું કે "મારા બાળકોને હવે બાળકો છે. હું હજુ પણ બીજા બાળકોને પેદા કરવા માગું છું".