રિયાધ: સાઉદી અરેબિયાએ બે સપ્તાહથી પણ વધુ સમય બાદ આખરે આજે સ્વીકારી લીધુ કે તેમના કટ્ટર આલોચક એવા જમાલ ખશોગીની ઈસ્તંબુલ સ્થિત વાણિજ્ય દૂતાવાસ ખાતે હત્યા કરી નાખવામાં આવી. ખશોગી લાપત્તા થયા બાદ આ ઘટનાએ સાઉદી અરેબિયાને અત્યાર સુધીના સૌથી નોટા આંતરરાષ્ટ્રીય સંકટમાં નાખી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબે સબ ઈન્ટેલિજન્સ હેડ અહેમદ અલ અસિરી અને શાહી કોર્ટના મીડિયા સલાહકાર સૌદ અલ કાહતાનીને સસ્પેન્ડ  કરી નાખ્યાં. શહજાદે મોહમ્મદ બિન સલમાનના ટોચના સલાહકાર હતાં જે ખશોગી કેસમાં વધતા દબાણનો સામનો કરી રહ્યાં હતાં. 


નોંધનીય છે કે સાઉદી અરબ ખશોગીની હત્યાનો સતત ઈન્કાર કરી રહ્યું હતું. આ મામલે તેમના સૌથી મોટા સમર્થક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો સાબિત થયું કે પત્રકારની હત્યા થઈ છે તો તે સાઉદી અરબ પર પ્રતિબંધ લગાવી શકે છે. ત્યારબાદ સાઉદી અરબે સ્વીકાર્યું કે ખસોગીની હત્યા તેના અધિકારીઓના હાથે થઈ છે. 


સાઉદીના એટોર્ની જનરલ શેખ સાદ અલ મોજેબે કહ્યું કે દૂતાવાસમાં 'ચર્ચા' ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયા બાદ ખગોશીનું મોત થયું. તેમણે એ ન જણાવ્યું કે પત્રકારનો મૃતદેહ ક્યા છે. એટોર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમના અને તેમને મળનારા લોકો વચ્ચે ઈસ્તંબુલના સાઉદી અરબ વાણિજ્ય દૂતાવાસમાં થયેલી ચર્ચા પહેલા વિવાદ અને ત્યારબાદ લડાઈમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ જમાલ ખશોગીનું મોત થઈ ગયું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. 


ખશોગીના મોતની પુષ્ટિ થતા વ્હાઈટ હાઉસે કહ્યું કે તેઓ દુ:ખી છે પરંતુ તેણે પોતાના પ્રમુખ સહયોગી દેશ વિરુદ્ધ સંભવિત કાર્યવાહીનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં. સાઉદી અરબના શહજાદાના આલોચક  અને વોશિંગ્ટન પોસ્ટમાં કામ કરતા ખશોગીને છેલ્લીવાર બે ઓક્ટોબરના રોજ ઈસ્તંબુલ ખાતે પોતાના દેશના દૂતાવાસમાં જતા જોવામાં આવ્યાં હતાં.ત્યારબાદથી તેઓ ગૂમ હતાં. તેમનું ગાયબ થવું એક રહસ્ય બની ગયું હતું. તુર્કીના અધિકારીઓએ સાઉદી અરબ પર તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. 


સરકારી પ્રોસિક્યુટરે કહ્યું કે આ મામલે તપાસ સંબંધે 18 લોકોની અટકાયત કરાઈ છે. તમામ સાઉદી અરબના નાગરિક હતાં. સરકારી મીડિયાએ જણાવ્યું કે સાઉદી અરબના શાહે શહજાદાની અધ્યક્ષતામાં મંત્રી સ્તરની કમિટીની રચનાના આદેશ આપ્યા છે જે દેશની ઈન્ટેલિજન્સ એજન્સીનું પુર્નગઠન કરશે અને તેમની શક્તિઓની સટીકતાથી પરિભાષિત કરશે. રિયાધ દ્વારા ખશોગીના મોતની પુષ્ટિ થયા બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન અને સાઉદીના શાહે ટેલિફોન પર વાતચીત કરી અને ખશોગી મામલે તપાસમાં સહયોગ ચાલુ રાખવા પર સહમતિ આપી.