રિયાદઃ સાઉદી અરબ (Saudi Arabia)એ મક્કા (Mecca) અને મદીના (Medina)માં 24 કલાક કર્ફ્યૂ લગાવી દીધું છે. આ પગલું ઘાતક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સાવધાનીના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ગુરૂવારે આંતરિક મંત્રાલયના અધિકારીનો હવાલો આપતા કહ્યું, 'કર્ફ્યૂ બે શહેરોના તમામ ભાગમાં પ્રભાવી રહેશે, જેમાં પ્રવેશ અને બહાર નિકળવાનો પ્રતિબંધ જારી રહેશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવેશ અને નિકાસના પ્રતિબંધમાં સરકારી અને ખાનગી ક્ષેત્રોના કર્મચારીઓ સામેલ નથી, જેને કાર્યોના પ્રતિબંધ સમય દરમિયાન સતત પ્રદર્શનની જરૂરીયાત હોય છે. 


બંન્ને શહેરોના લોકોના માત્ર જરૂરીયાત વસ્તુઓ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી છે, જેમ કે દવા, ખાવાનો સામાન, જેની સમય સીમા છે દરરોજ સવારે 6 કલાકથી લઈને બપોરે 3 કલાક સુધી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગુરુવારે સુધી આ મહામારીથી સંક્રમિતોની સંખ્યા 1885 થઈ ગઈ છે અને 21 લોકોના મોત થયા છે. 


કોરોના સંકટઃ વિશ્વભરમાં મૃતકોની સંખ્યા 50,000ને પાર, વૈશ્વિક મંદીનો વધ્યો ખતરો


કોવિડ 19- વૈશ્વિક આંકડો 10 લાખને પાર
કોવિડ 19 સંક્રમણનો કુલ વૈશ્વિક આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ વાતની જાણકારી આપી છે. સમાચાર એજન્સી સિન્હુઆએ જારી નવીનતમ આંકડાનો હવાલો આપતા કહ્યું કે, વિશ્વભરમાં અત્યાર સુધી કુલ 10,15,403 લોકો મહામારીથી સંક્રમિત થયા છે, જ્યારે 53 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. 


વૈશ્વિક સંક્રમણ સાથે જોડાયેલી આ યાદીમાં 5983 મોત સહિત કુલ 2,45,213 સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા સાથે અમેરિકા પ્રથમ સ્થાને છે. તો સર્વોચ્ચ 13951 લોકોના મોત અને કુલ 1,15,242 મામલાની સાથે ઇટાલી બીજા સ્થાને છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર