નવી દિલ્હી: કાશ્મીર પર ઈસ્લામના નામે રોદણા રડીને સમર્થન ભેગુ કરવામાં લાગેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામિક દેશ સાઉદી અરબ તરફથી ખુબ આશા હતી. પરંતુ લાગે છે કે સાઉદીને પણ પાકિસ્તાનના ભારત વિરુદ્ધના દુષ્પ્રચારમાં કોઈ રસ નથી. સાઉદી અરબ ભારત સાથે પોતાના વ્યવસાયિક સંબંધો બગાડવા માંગતુ નથી. સાઉદી અરબ ભારતમાં પેટ્રો કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખનન સહિત અન્ય ક્ષેત્રોમાં 100 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. સાઉદી અરબના રાજદૂત ડો. સઉદ બિન મોહમ્મદ અલ સાતીએ કહ્યું કે ભારત એક આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે અને સાઉદી અરબ ઓઈલ, ગેસ અને ખનન જેવા ક્ષેત્રોમાં લાંબાગાળાની ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સતત સાઉદી અરબ પાકિસ્તાનમાં રોકાણ કરે તેની જદ્દોજહેમત કરી રહ્યું છે પરંતુ કોઈ ભાવ મળતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબ ભારતમાં 100 અબજ ડોલરના રોકાણની કરી રહ્યું છે તૈયારી
અલ સાતીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સાઉદી અરબ ઈંધણ, શુદ્ધિકરણ, પેટ્રો કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ખનિજ, અને ખનન જેવા ક્ષેત્રોમાં 100 અબજ ડોલર રોકાણ કરવાની તકો પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની અરામકોની ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સાથે પ્રસ્તાવિત ભાગીદારીથી બંને દેશો વચ્ચે ઉર્જા સંબંધોની રણનીતિક પ્રકૃતિ જાણી શકાય છે. 


યુવરાજ સલમાનના વિઝન 2030નો ભાગ
તેમણે કહ્યું કે ભારતના તેલ આપૂર્તિ, રિટેઈલ ઓઈલ વેચાણ, પેટ્રો કેમિકલ અને લુબ્રિકેન્ટ બજારમાં અરામકોના રોકાણની યોજના આ ક્ષેત્રોમાં કંપનીના વૈશ્વિક વિસ્તારની રણનીતિનો ભાગ છે. અલ સાતીએ કહ્યું કે સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030થી પણ બંને દેશો વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં વ્યાપાર અને કારોબારમાં ઉલ્લેખનીય વિસ્તાર થશે. સાઉદી અરબ વિઝન 2030 હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદનો પર આર્થિક નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...