દુબઈઃ સાઉદી અરબમાં એક વ્યક્તિએ શુક્રવારે મોડી રાત્રે પૂર ઝડપે કાર ચલાવતા મક્કીની મોટી મસ્જિદના બહારના દરવાજા પર ટક્કર મારી હતી. દેશની સરકારી સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે રાત્રે આશરે 10.30 કલાક આસપાસની છે. વ્યક્તિએ પહેલા પોતાની કારથી ડિવાઇડરને ટક્કર મારી, ત્યારબાદ પણ તે વાહન ચલાવતો રહ્યો અને પછી મસ્જિદના દક્ષિણમાં સ્થિત દ્વાર પર ટક્કર મારી હતી. 


એજન્સી પ્રમાણે અધિકારીઓએ કારમાં સવાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને તેમના પ્રમાણે તેની સ્થિતિ અસામાન્ય લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો જેમાં સુરક્ષા દળના લોકો ક્ષતિગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવતા જોઈ શકાય છે. કોરોના વાયરસ મહામારીને કારણે બંધ પડેલી મસ્જિદ હાલમાં ખોલવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube