પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં 8 લોકો દોષી, 5ને મોતની સજા
પત્રકાર જમાલ ખશોગીની પાછલા વર્ષે તુર્કીના ઇસ્તાંબુલ સ્થિત સાઉદી દૂતાવાસમં હત્યા કરવામાં આવી હતી.
રિયાદઃ અમેરિકાના અખબાર વોશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં સાઉદીની કોર્ટે 8 લોકોને દોષી ઠેરવ્યા છે. તેમાંથી 5ને મોતની સજા સંભળાવી છે. ત્રણ અન્ય લોકોને કુલ 24 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. સાઉદી સરકારે ફરિયાદી પક્ષ તરથફી જણાવ્યું હતું કે ખશોગીની હત્યા સાઉદીના જ કેટલાક લોકોએ કરી હતી. આ મામલામાં 11 લોકો પર કેસ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
તુર્કી સ્થિત સાઉદી દૂતાવાસમાં થઈ હતી ખશોગીની હત્યા
ખશોગી અમેરિકાના સમાચાર પત્ર વોશિંગટન પોસ્ટના કોલમિસ્ટ હતા. તેઓ છેલ્લે 2 ઓક્ટોબરે ઇસ્તાંબુલના સાઉદી અરબના દૂતાવાસની બહાર જોવા મળ્યા હતા. તે ત્યાં પોતાના લગ્ન માટે જરૂરી દસ્તાવેજ લેવા આવ્યા હતા. તુર્કીના સબા અખબારે દાવો કર્યો હતો કે સાઉદી અરબથી એક હિટ ટીમે જમાલ ખશોગીને રિયાદ લઈ જવાનું બહાનું કર્યું હતું. પરંતુ જ્યારે ખશોગી ન માન્યા તો દૂતાવાસમાં જ તેમનો ચહેરો ઢાંકીને હત્યા કરવામાં આવી હતી.
તુર્કી સરકારે તેના મૃતદેહની શોધ કરવા માટે દૂતાવાસની પણ તપાસ કરી હતી. પરંતુ આજ સુધી ખશોગીની લાશ મળી નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ખશોગીને માર્યા બાદ હિટ ટીમના સભ્યોએ તેની લાશને નષ્ટ કરવા માટે તેને તેજાબમાં નાખી દીધી હતી.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube