Man having 53 wives: હિન્દુ ધર્મની માન્યતા મુજબ લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. જો કે દુનિયાના અનેક દેશોમાં બહુ વિવાહ પ્રથા પણ જોવા મળે છે. ભારતમાં પણ તમે કેટલાક લોકોને બે, ત્રણ કે ચાર લગ્ન કરતા જોયા કે સાંભળ્યા હશે. પરંતુ અહીં વાત જે અબ્દુલ્લા સાહેબની કરીએ છે તેમણે તો આ બાબતે જાણે દરેક નિયમ કાયદો કાનૂન તોડીને 43 વર્ષમાં 53 લગ્ન કર્યા અને દુનિયાભરમાં જાણીતા થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

43 વર્ષમાં 53 લગ્ન
અબુ અબ્દુલ્લાએ હાલમાં જ જણાવ્યું કે જ્યારે તેમના પહેલા લગ્ન થયા ત્યારે તેમની ઉંમર ફક્ત 20 વર્ષ હતી. તેઓ તેમની પહેલી પત્ની અને બાળકો સાથે આરામથી જિંદગી વીતાવી રહ્યા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ અચાનક એવી પરિસ્થિતિઓ સર્જાઈ કે  તેમણે તરત બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ 23 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા. ત્યારબાદ તો તેમના ડગલા એટલા આગળ વધતા ગયા કે તેમણે પોતાના માટે  દુલ્હનોની લાઈન લગાવી દીધી. 


એક લગ્ન તો બસ એક રાત ચાલ્યા
ગલ્ફ ન્યૂઝમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ 63 વર્ષના અબ્દુલ્લાહે થોડા દિવસ પહેલા 53માં લગ્ન કર્યા છે. જો કે હવે તેમનું એ કહેવું છે કે હાલ આગળ લગ્ન કરવાનો કોઈ ઈરાદો તો નથી પછી ઉપરવાળાની મરજી. તેમના આ તમામ લગ્નની એક ખાસ વાત એ છે કે તેમના એક લગ્ન તો ખુબ જ ઓછો સમય રહ્યા. કોઈ કારણસર આ લગ્ન ફક્ત એક જ રાતમાં તૂટી ગયા. 


લગ્ન પાછળ રસપ્રદ કારણ
સાઉદી રહીશ અબ્દુલ્લાને જો દુનિયાના સૌથી મોટા પોલીગેમિસ્ટ કહો તો ખોટું નહીં હોય. કારણ કે તેમણે છેલ્લા 43 વર્ષમાં 53 લગ્ન કર્યા છે. વિદેશ પ્રવાસ દરમિયાન પત્નીની કમી ન  લાગે તે માટે જ્યાં પણ ગયા ત્યાં લગ્ન કરી લીધા. તેઓ કહે છે કે આમ કરીને તેઓ બહારની બદીઓથી બચે છે. તેમનો દાવો છે કે આટલી બેગમો હોવા છતાં તેમણે ક્યારેય કોઈ પણ પત્ની સાથે અન્યાય કર્યો નથી. અબ્દુલ્લા કહે છે કે મે બધાની સાથે સમાન વ્યવહાર કરતા તેમને બરાબર હક આપ્યો છે. 


પત્નીમાં આ ચીજની તલાશ
અબ્દુલ્લાએ જણાવ્યું કે તેમણે આટલા લગ્ન ફક્ત શાંતિ અને સૂકુનની શોધમાં કર્યા. તેમને એવી પત્નીની શોધ હતી જે તેમને સંપૂર્ણ રીતે સમજી શકે. સુકૂન આપી શકે અને હંમેશા ખુશ રાખી શકે. આ 53 લગ્નમાં મોટા  ભાગની સાઉદી મહિલાઓને જ પોતાની દુલ્હન બનાવી. તેઓ કહે છે કે બિઝનેસ કારણસર તેઓ વર્ષમાં ચારથી પાંચ મહિના બહાર રહેતા હતા. આ દરમિયાન શેતાન કોઈ બદીમાં ન ધકેલી દે એટલે વિદેશી મહિલાઓ સાથે પણ લગ્ન કરવામાં વાર ન લગાવી. અબ્દુલ્લા કહે છે કે આ લગ્નમાં તેમણે યુવતીઓની ઉંમર ક્યારેય જોઈ નથી. કારણ કે જ્યારે પહેલા લગ્ન થયા તો તેમની પત્ની છ વર્ષ મોટી હતી.