દુબઇ : સઉદી અરબથી રાજનીતિક ઉથલપાથલના મોટા સમાચારો આવી રહ્યા છે. સાઉદી અધિકારીઓએ કિંગ શાહી મહેલનાં ત્રણ સભ્યોને કસ્ટડીમાં લીધા છે. અમેરિકન મીડિયાનાં રિપોર્ટ્સ અનુસાર આ ત્રણેય પર તખ્તા પલટનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. સમાચાર એજન્સી પીટીઆઇએ વોલ સ્ટ્રીટ જર્નલનાં હવાલાથી લખ્યું છે કે સાઉદી અધિકારીઓએ કિંગ સલમાનનાં ભાઇ રાજકુમાર અહેમદ બિન અબ્દુલ અઝ સૌદ, તેનાં ભત્રીજા મોહમ્મદ બિન નયફને રાજદ્રોહનાં આરોપમાં કસ્ટડીમાં લીધા છે. શુક્રવારે સવારે કાળા વસ્ત્રોમાં રહેલા શાહી ગાર્ડ્સ શાહી સભ્યોનાં મહેલ પહોંચ્યા અને તેને પોતાનાં કબ્જામાં લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !
સાઉદી અરબનાં લગ્ન કોર્ટે આ બંન્ને લોકો પર બાદશાહ સલમાન અને ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનની વિરુદ્ધ કાવત્રુ રચવા અને તેમને અપદસ્થ કરવાનો આરોપ લગાવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે, જે લોકો પર આ આરોપ લાગ્યા છે તેમાંથી એક રાજા સિંહાસનનો દાવેદાર છે. રિપોર્ટ અનુસાર જો આ આરોપ સાચા સાબિત થયા તો તેમને આજીવન કારાવાસની સજા અથવા તો પછી મૃત્યુદંડની સજા પણ થઇ શકે છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું કે, રાજકુમાર નયફનાં નાના ભાઇ નવફને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેઓ આ બાબતે જ્યારે સમગ્ર વિશ્વનાં મીડિયા એજન્સીઓએ સાઉદી અધિકારીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમને કોઇ જ જવાબ મળ્યો નહોતો. 


આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લઇ શકે છે યોગી સરકાર, તૈયારીઓ શરૂ
સત્તા પર પકડ મજબુત કરી રહ્યા છે પ્રિંસ સલમાન
સાઉદી અરબની હાલની રાજનીતિક ઘટનાક્રમે એકવાર ફરીથી સંકેત આપ્યો છે કે, પ્રિંસ સલમાન સાઉદી અરબની સત્તા પર પોતાની પકડ મજબુત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કોરોના વાયરસનાં ખતરાને જોતા સાઉદી અરબે ઇસ્લામનાં સૌથી પવિત્ર સ્થળ મક્કા -મદીના પર લોકોનાં આવન જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


આખા દુનિયામાં હાહાકાર મચાવનાર Coronavirusને કારણે દિલ્હીવાસીઓ લેશે શાંતિનો શ્વાસ? આવ્યા મોટા સમાચાર
આંતરિક અસંતોષને ડામવા માટે કાર્યવાહી
સાઉદી અરબની હાલની રાજનીતિમાં પ્રિંસ સલમાન સૌથી શક્તિશાળી નેતા છે. હાલ સાઉદી અરબના વાસ્તવિક નેતા તેમને જ માનવામાં આવી રહ્યા છે. જો કે દેશનાં બાદશાહ તરીકે હાલ તેના પિતા અને 84 વર્ષનાં શાસક કિંગ સલમાન જ બિરાજમાન છે. પ્રિંસ સલમાનની સામે હાલનાં સમયે પોતાનાં પિતા પાસેથી સત્તાનું હસ્તાંતરણ મહત્વનો પડકાર છે. રાજમહેલનાં અનેક સભ્ય દેશોની સત્તામાં પોતાની ભાગીદારી ઇચ્છે છે. સાઉદી રાજમહેલમાં રાજ પરિવારનાં મહત્વનાં સભ્યોની ધરપકડને પ્રિન્સ સલમાન દ્વારા આ આંતરિક અસંતોષને કચડવાની રીત તરીકે જોવામાં આવી રહ્યું છે.


PM મોદીએ જાહેરમાં આપી કોરોનાથી બચવાની ટિપ, જો માનશો તો થશે આબાદ બચાવ
70 વર્ષનાં છે કસ્ટડીમાં લેવાયેલા પ્રિંસ અહેમદ
તખ્તા પલટનો પ્રયાસ જે પ્રિન્સ અહેમદ બિલ અબ્દુલ અજીજ અલ સૌદને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેની ઉંમર 70 વર્ષની છે. પ્રિંસ અહેમદ બિલ અબ્દુલ અજીજ લંડનમાં રહે છે. લંડનમાં રહેવા દરમિયાન તેમણે રાજ પરિવાર વિરુદ્ધ અનેક પ્રચાર પણ કર્યા હતા. ઓક્ટોબર 2018માં તેઓ સાઉદી પરત ફર્યા હતા. પ્રિંસ અહેમદ બિલ અબ્દુલ અજીજ યમનમાં ચાલી રહેલી હિંસામાં સાઉદી શાહી પરિવારનાં રોલ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. જો કે પ્રિંસ અહેમદે ત્યાર બાદ કહ્યું હતું કે, તેના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube