ઇસ્લામાબાદઃ જમ્મૂ-કાશ્મીરને લઈને વિશ્વભરમાં દુષ્પ્રચાર કરવામાં લાગેલા પાકિસ્તાનને સાઉધી અરબે મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં જમ્મૂ કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા ઈચ્છતું હતું, પરંતુ સાઉદી અરબે તેના ના પાડી દીધી છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે પાકિસ્તાન OICના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચે કાશ્મીરના મુદ્દા પર તત્કાલ ચર્ચા કરવા ઈચ્છતું હતું, પરંતુ સાઉદી અરબે તેનાથી ઇનકાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OIC મુસ્લિમ દેશોનું સંગનઠ છે, જેમાં ચાર મહાદેશોના 57 દેશ સભ્ય છે. OICના વરિષ્ઠ અધિકારીઓની 9 ફેબ્રુઆરીએ જેહાદમાં બેઠક થવાની છે. તેમાં પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીર પર ચર્ચા કરવા ઈચ્છતું હતું, પરંતુ સાઉદી તેના માટે તૈયાર નથી. 


અહીં ધ્યાન આપનારી વાત તે છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ ઓઆઈસીની બેઠકને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે કાશ્મીર પર મુસ્લિમ દેશોએ એકતાનો સંદેશ આપવો જોઈએ. પરંતુ કાશ્મીર પર સાઉદી અરબના ઇનકાર બાદ પાકિસ્તાનના ઇરાદા પર પાણી ફરી વળ્યું છે. 


આ પહેલા મલેશિયામાં પણ મુસ્લિમ દેશોએ જમ્મૂ-કાશ્મીર પર મૌન ધારણ કરી લીધું હતું, ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, મુસ્લિમ દેશોએ ધાર્મિક આધાર પર એક થવું જોઈએ. 


મહત્વનું છે કે ભારતીય સંસદે 5 ઓગસ્ટ 2019ના જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370ને નિષ્પ્રભાવી કરી દીધી હતી, ત્યારબાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હંમેશા તેમને નિરાશા હાથ લાગી છે. હવે મુસ્લિમ દેશોના સંગઠન OICએ પણ કાશ્મીરને મહત્વ આપવાનો ઇનકાર કરી દીધો છે. 


ઇસ્તાંબુલ: લેન્ડીંગ વખતે રન-વે પર સરકીને 3 ટુકડા થઇ ગયું બોઇંગ વિમાન, 3ના મોત


અહીં ધ્યાન આપનારી બાબત છે કે ભારત તરફથી લુક ઈસ્ટ નીતિ અપનાવ્યા બાદ સાઉદી અરબની સાથે સંબંધો મજબૂત થતાં જાય છે. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન સઉદનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખુબ સારો સંબંધ છે. સાઉદીના પ્રિન્સે પાછલા વર્ષે સંદેશ આપ્યો હતો કે તે ભારત અને પાકિસ્તાન બંન્નેની સાથે અલગ-અલગ મિત્રતાના સંબંધ રાખી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub


જુઓ LIVE TV