ZOOM ક્લાસમાં વિદ્યાર્થી સાથે LIVE હતા ટીચર, અચાનક કરવા લાગ્યા પત્ની સાથે રોમાન્સ
આ કિસ્સો કોલંબિયાના એક કેથોલિક સ્કૂલનો છે. એક શિક્ષકે પોતાના ઓનલાઇન ક્લાસ જેવા જ પુરા કર્યા કે તેની પત્ની તેની પાસે આવી ગઇ. ટીચર પોતાના ઓનલાઇન ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો.
નવી દિલ્હી: કોરોનાકાળમાં હવે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને આ દરમિયાન અધિકારીઓ, નેતાઓની મીટિંગ અને બાળકોના ક્લાસ ઓનલાઇન યોજાઇ રહ્યા છે. મીટિંગ દરમિયાન ઘણીવાર એવી ઘટનાઓ બને છે જે લોકો માટે શરમજનક વિષય બની ચૂકી છે. આવો જ એક કિસ્સો કોલંબિયાથી સામે આવ્યો હતો, જ્યાં એક ટીચરની એવી હરકત વાયરલ થઇ રહી છે. જેથી તેને પોતાને ખૂબ અફસોસ થશે.
ડેલીમેલના એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો કોલંબિયાના એક કેથોલિક સ્કૂલનો છે. એક શિક્ષકે પોતાના ઓનલાઇન ક્લાસ જેવા જ પુરા કર્યા કે તેની પત્ની તેની પાસે આવી ગઇ. ટીચર પોતાના ઓનલાઇન ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો.
આ દરમિયાન ટીચર પોતાની પત્ની સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો..પરંતુ જેવું જ તેને સ્ક્રીન તરફ જોયું તો સમજાયું ગયું કે તે પોતાના ઓનલાઇન ઝૂમ ક્લાસને બંધ કરવાનું ભૂલી ગયો. તેને બંધ તો કર્યું પરંતુ આ ઘટના ત્યાં સુધી વાયરલ થઇ ચૂકી હતી.
ટીચરને પોતાની આ ભૂલનો અહેસાસ થયો. તેને અહેસાસ થયો કે આમ ન થવું જોઇએ. ટીચરે ત્યારબાદ બધાની માફી પણ માંગી. આ વીડિયો બાદ તેમણે એ પણ કહ્યું કે નિશ્વિતરૂપથી આ મારી ભૂલ હતી, કારણ કે મને અહેસાસ થયો ન હતો કે ક્લાસના અંતે કેમેરો હજુ પણ ચાલુ છે.
ટીચરે આગળ કહ્યું કે કોઇપણ ક્ષણે મેં જાણીજોઇને કર્યું નથી. આ આકસ્મિક હતું. હું આ ગુના બદલ માફી માંગુ છું. જોકે તેને કેથેલિક સ્કૂલના પ્રિંસિપાલે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
સ્કૂલના પ્રિંસિપાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ એક ગંભીર મામલો છે જેમાં ક્લાસના શિક્ષકે અયોગ્ય કાર્ય કર્યું જે સ્કૂલના વિદ્યાર્થાઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube