Cancer: આ એક ટેસ્ટથી ખબર પડે છે 50 પ્રકારના કેન્સર, એ પણ લક્ષણો દેખાય તે પહેલા
વૈજ્ઞાનિકોએ એક એવું બ્લડ ટેસ્ટ (Blood Test) વિકસિત કર્યું છે જે 50 થી વધુ પ્રકારના કેન્સરને (50 Type of Cancer) શોધી શકે છે. માત્ર આ જ નહીં, આ ટેસ્ટની બીજી એક ખાસ વાત એ છે કે તે કેન્સરના લક્ષણો (Cancer Symptoms) દેખાય તે પહેલાં જ તેના હોવાની જાણકારી આપે છે
કેલિફોર્નિયા: વૈજ્ઞાનિકોએ એક એવું બ્લડ ટેસ્ટ (Blood Test) વિકસિત કર્યું છે જે 50 થી વધુ પ્રકારના કેન્સરને (50 Type of Cancer) શોધી શકે છે. માત્ર આ જ નહીં, આ ટેસ્ટની બીજી એક ખાસ વાત એ છે કે તે કેન્સરના લક્ષણો (Cancer Symptoms) દેખાય તે પહેલાં જ તેના હોવાની જાણકારી આપે છે. આ મલ્ટિ-કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટને 'Galleri' નામ આપવામાં આવ્યું છે.
માત્ર એક બ્લડ સેમ્પલથી થઈ જાય છે કામ
આ ટેસ્ટના રિસર્ચને ફંડિંગ આપતી કંપની GRAIL, Inc એ તાજેતરમાં અમેરિકાના રાજ્યોમાં કેન્સરની જલદી જાણખારી મેળવવા માટે આ મલ્ટી-કેન્સર ટેસ્ટ (Multi-Cancer Screening Test) દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવ્યો છે. જો કે, ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન પર લખીને આપે પછી જ આ ટેસ્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચો:- રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક, IT મંત્રીએ આપી આ જાણકારી
આશ્ચર્યજનક બાબત એ છે કે ઘણા બધા કેન્સરને શોધવા આ ટેસ્ટ માટે માત્ર એક જ બ્લડના સેમ્પલની આવશ્યકતા છે. હાલમાં આ ટેસ્ટનો ઉપયોગ ફક્ત બ્રેસ્ટ, સર્વાઇકલ, પ્રોસ્ટેટ, ફેફસા અને આંતરડાના કેન્સરની તપાસ માટે થાય છે. બાકીના 45 પ્રકારના કેન્સરની તપાસ માટે હજી સુધી તેની ભલામણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો:- ભારતે પાકને આપ્યો સૌથી મોટો ઝટકો, ભાંગી પડી પાડોશી દેશનો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી!
1.25 લાખથી વધુ લોકોએ આ ટ્રાયલમાં લીધો ભાગ
GRAIL ના આ બ્લડ ટેસ્ટ માટે હાથ ધરાયેલી ક્લિનિકલ ટ્રાયલમાં 1,34,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ટેસ્ટ પરથી એ પણ જાણી શકાય છે કે શરીરના કયા ભાગમાં કેન્સર છે. GRAIL ના ચીફ મેડિકલ ઓફિસર ડો. જોશુઆ ઓફમેને કહ્યું, 'જ્યારે ટેસ્ટથી ખબર થયા છે કે, વ્યક્તિને કેન્સર થયું છે, તો તે સ્થાન પણ સચોટ રીતે શોધી શકાય છે કે કેન્સર શરીરમાં ક્યાં છે. આ ટેસ્ટ સારવાર કરનારા ડોકટરોને ડાયગ્નોસિસ અને કેરની બાબતમાં આગળની યોજના બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:- Bank Alert! જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંક, જતા પહેલા ચેક કરી લો લિસ્ટ
આ ટેસ્ટથી આવા ઘણા ગંભીર કેન્સરની જાણકારી મળી છે. જેના સ્ક્રીનિંગ ટેસ્ટ ઉપલબ્ધ નથી. જેમ કે, લીવર, પેંક્રિયાટિક કેન્સર વગેરે. આવી સ્થિતીમાં શરૂઆતમાં જ જાણકારી મેળવી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube