Covid 19 most Mutated Virus: એકવાર ફરીથી કોવિડ-19 વાયરસ દુનિયામાં તબાહી મચાવી શકે છે. વૈજ્ઞાનિકોએ ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીના સૌથી વધુ મ્યુટેટેડ વેરિએન્ટની શોધ કરી છે. કોરોનાનો આ વાયરસ લગભગ 113 વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે. દુનિયામાં તબાહી મચાવનારા ઓમિક્રોન વેરિએન્ટથી બમણાથી વધુ વખત તેણે મ્યૂટેટ કર્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ જકાર્તામાં એક દર્દીના સ્વાબથી ડેલ્ટા વેરિએન્ટનો મ્યૂટેટેડ વેરિએન્ટ મળ્યો છે. જે ઓછામાં ઓછો 113 વખત મ્યૂટેટ થયો છે. તેની સરખામણીમાં ઓમિક્રોને લગભગ 50 વખત જ મ્યૂટેટ કર્યું છે. વિશેષજ્ઞોનું એવું માનવું છે કે આ ખુબ જ ચેપી હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકો કરી રહ્યા છે રિસર્ચ
ઈન્ડોનેશિયામાં મળેલો અત્યાર સુધીનો કોરોનાનો સૌથી વધુ મ્યૂટેટેડ વેરિએન્ટ 113 વખત મ્યૂટેટ કરી ચૂક્યો છે. આ સંખ્યા ઓમિક્રોનથી બમણા કરતા વધુ છે. જો કે તે નક્કી નથી કે તે દુનિયામાં ઓમિક્રોનની જેમ તબાહી મચાવીને લોકડાઉન તરફ ધકેલી શકે છે કે નહીં. આમ તો ટોપ વૈજ્ઞાનિક કહે છે કે આ વેરિએન્ટથી દુનિયાને કોઈ પણ પ્રકારના લોકડાઉનની જરૂર નહીં પડે. જુલાઈની શરૂઆતમાં ગ્લોબલ કોવિડ જીનોમિક્સ ડેટાબેસનો નવો વાયરસ, જૂના સંક્રમણથી જ ઉત્પન્ન થયો છે. 


મહિનાઓ સુધી રાખે છે સંક્રમિત
નવો વેરિએન્ટ દર્દીઓમાં મહિનાઓ સુધી સંક્રમણ બનાવી રાખે છે. ક્રોનિક સંક્રમણ સામાન્ય રીતે નબળી ઈમ્યુનિટીવાળા રોગીઓમાં હોય છે. આ વાયરસ એઈડ્સ કે કેન્સર પીડિતોના ઉપચારમાં વિધ્ન નાખે છે. આ પ્રકારના સંક્રમણ વૈજ્ઞાનિકોને ચિંતિત કરી રહ્યા છે. 


વારવિક યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે કહ્યું કે એ સ્પષ્ટ નથી કે નવા શોધાયેલા સ્ટ્રેનમાં આગળ વધવા અને બીજાને સંક્રમિત કરવાની કોઈ ક્ષમતા છે કે નહીં. પરંતુ સૌથી મોટો ડર આ વેરિએન્ટના ચોરીછૂપી ઉભરવાનો છે. પ્રોફેસર યંગે કહ્યું કે આ વાયરસ અમને સતત અચંબિત કરી રહ્યો છે અને બેદરકાર રહેવું એ જોખમી છે. પ્રોફેસર જણાવે છે કે વાયરસ સતત મ્યૂટેટ થતો રહેશે અને ઝડપથી ફેલાવવાની સાથે તે લોકોને વધુ શિકાર બનાવશે જેમની ઈમ્યુનિટી નબળી હશે. તેમણે કહ્યું કે જૂના સંક્રમણોને લઈને ચિંતાની વાત એ છે કે વાયરસ એવા વ્યક્તિમાં મ્યૂટેટ કરી રહ્યો છે જેમણે પહેલેથી જ ઈમ્યુનિટી વિક્સિત કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube