નવી દિલ્હીઃ દુનિયામાં એવા ઘણા લોકો છે જેણે ઘણીવાર દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણીના આધાર પર અનેક સમાચાર બન્યા, લોકોએ મૃત્યુ પહેલાં પોતાની અંતિમ ઈચ્છાઓ પૂરી કરી. પરંતુ જે દિવસે ધરતીના વિનાશની વાત કહી, તે દિવસે કંઈ થયું નહીં. ઘણા કેલેન્ડર્સોએ પણ દુનિયા ખતમ થવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આજ સુધી દુનિયા જેમની તેમ ચાલી રહી છે. હવે એક્સપર્ટે જણાવ્યું કે તે કઈ રીત છે, જેનાતી ધરતીનો અંત સંભવ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાનો અંત એટલે પૃથ્વી પરથી મનુષ્યનો ખાત્મો. તેની ઘણી તારીખો આવતી રહે છે. ક્યારેક કોઈ સમાચાર આવે છે તો ક્યારેક કોઈ અન્ય પ્રકારના પ્રલય આવવાની વાત કહેવામાં આવે છે. પરંતુ નિષ્ણાંતોએ જણાવી દીધુ છે કે જો દુનિયા ખતમ થશે તો માત્ર ત્રણ કારણોથી. તમને વિશ્વાસ આવશે નહીં પરંતુ તેમાંથી બે કારણો મનુષ્યોએ બનાવ્યા છે. મનુષ્યની કરતૂત હશે કે દુનિયામાંતી તેનો ખાત્મો થઈ જશે. 


આ પણ વાંચોઃ Most Beautiful Women's: સૌથી સુંદર હોય છે આ દેશોની મહિલાઓ, જોતા જ ગમી જશે એની ગેરંટી


બે છે મનુષ્યોની કરતૂત
ઉલ્કાપિંડ સિવાય જો ધરતી પર પ્રલય આવશે તો તે મનુષ્યોને કારણે. જણાવવામાં આવેલા ત્રણ કારણોમાં બે મનુષ્યોએ બનાવ્યા છે. બીજા ગ્રહ પર રહેતા એલિયન્સ સાથે મનુષ્ય સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એલિયન્સ લગભગ ફ્રેન્ડલી ન હોય. તે પૃથ્વી પર હુમલો કરી શકે છે અને આ રીતે તબાહી આવી શકે છે. ત્રીજુ અને અંતિમ કારણ રોબેટ્સ છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા કેટલાક રોબોટ્સ જીવલેણ થઈ જશે. તે મનુષ્યો પર હુમલો કરી દેશે અને ધરતીનો વિનાશ થઈ જશે. આ રીતે મનુષ્યોની કરતૂતને કારણે પૃથ્વીનો ખાતમો થવાની આશા છે. 


પરમાણુ યુદ્ધ
ધરતી પર આ સમયે સૌથી મોટા ખતરામાં એક પરમાણુ યુદ્ધ પણ છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ગમે ત્યારે પરમાણુ હુમલાની ધમકી આપે છે. રશિયા અને યુક્રેનના જંગ વચ્ચે આ ખતરાનો ઉલ્લેખ થયો છે. જો જંગ વધુ ભીષણ થાય છે તો પરમાણુ હુમલાની આશંકાનો ઇનકાર ન કરી શકાય. તેનો પ્રભાવ હુમલાવાળા ક્ષેત્રથી લઈને દૂરના વિસ્તાર સુધી થશે. 


(ડિસ્ક્લેમરઃ નિષ્ણાંતોની માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube