• સંક્રમણના મામલામાં અચાનક આવેલી તેજી જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએનલ મૈક્રોને આદેશ જાહેર કર્યો છે કે, તમામ બિનજરૂરી દુકાનો બંધ કરી દેવામાં આવે


ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે ધીરે કન્ટ્રોલમાં આવી રહ્યાંના આંકડાઓ સામે આવી રહ્યાં છે, ત્યારે આ વચ્ચે યુરોપની સ્થિતિ એકવાર ફરીથી બગડવા લાગી છે. યુરોપના દેશોમાં કોરોના અને તેનું ખતરનાક સ્વરૂપ સામે આવી રહ્યું છે. આ કારણે યુરોપના સૌથી મહત્વનો દેશ ફ્રાન્સે તો આવતીકાલે શુક્રવારથી કાયદેસર રાષ્ટ્રવ્યાપી લોકડાઉન (Second Wave of Coronavirus)ની જાહેરાત કરી છે. લોકડાઉનના આ બીજા ફેઝમાં પહેલાની સરખામણીમાં વધુ ખતરનાક રૂપ જોવા મળી રહ્યુ છે. 


આ પણ વાંચો : ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફના જણાવ્યા અનુસાર, સંક્રમણના મામલામાં અચાનક આવેલી તેજી જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએનલ મૈક્રોન (Emmanuel Macron) આદેશ જાહેર કર્યો છે કે, તમામ બિનજરૂરી દુકાનો બંધ કરી દેવામાં આવે. તેમા બિનજરૂરી દુકાનોની સાથે બાર અને રેસ્ટોરન્ટ્સને પણ બંધ (France goes into second Covid lockdown) કરવાનું કહેવામાં આવ્યું છે. લોકોને ઘરોમા જ રહેવાની અપીલ કરવામાં આવી છે. માત્ર એ જ લોકોને જ બહાર નીકળવાની પરમિશન આપવામાં આવી છે, જેમની પાસે જરૂરી કામ હોવાના કાયદાકીય દસ્તાવેજ હશે.   


આ ઉપરાંત બ્રિટનવાસીઓની પણ તમામ લોકોને ફ્રાન્સમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો છે. માત્ર એ લોકોને જ ફ્રાન્સ જવાની પરમિશન આપવામાં આવી છે, જેઓની પાસે સરકાર તરફથી આપવામાં આવેલા જરૂરી દસ્તાવેજ હશે. 


આ પણ વાંચો : 2 ગુંડાઓને પડકારવાની હિંમત કેશુભાઈની રાજકીય કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની


રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું કે, આ વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. તેની તેજી વિશે કોઈ અનુમાન લગાવી શકાતુ નથી. આપણા તમામ પાડોશી દેશોની જેમ આપણે પણ અચાનક ફરીથી આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. 


જર્મનીએ એકવાર ફરીથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવી દીધુ છે. જોકે, ફ્રાન્સ અને જર્મનીમાં બ્રિટનની સરખામણીમાં પ્રતિ દિન કોરોનાથી થનારી મોતની સંખ્યા ઓછી છે. બીજી તરફ, લોકડાઉનને કારણે યુરોપની અર્થવ્યવસ્થામાં એકવાર ફરીથી ભૂકંપ આવી ગયો છે. લોકડાઉનને કારણે બુધવારે બ્રિટનનો FTSE 100 ઈન્ડેક્સ 2.6 ટકા ડાઉન થયો છે. યુરોપના માર્કેટમાં પણ કોહરામ મચી ગયો છે.