Russia Ukraine War:  છેલ્લા 7 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ભારત સહિત અન્ય દેશો પણ પીસાઈ રહ્યા છે. યુક્રેનમાં ભણવા ગયેલા પંજાબના એક વિદ્યાર્થીનું બુધવારે બ્રેઈન હેમરેજને કારણે મોત થયું હતું. આ સાથે યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MBBSનો અભ્યાસ કરવા ગયો હતો યુક્રેન
મૃતક યુવક ચંદન જિંદલ પંજાબના બરનાલા જિલ્લાનો રહેવાસી હતો. તે 4 વર્ષથી યુક્રેનના વિનીસિયા સ્ટેટમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયો હતો. ત્યાં 2 ફેબ્રુઆરીએ ચંદન જિંદાલ ગંભીર રીતે બીમાર થઈ ગયો હતો. તેમને ઇસ્કેમિક સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમના મગજમાં લોહી જમા થઈ ગયું હતું અને બાદમાં તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યો હતો.


હોસ્પિટલમાં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પિતા અને મોટાબાપા તેની સંભાળ લેવા 7 ફેબ્રુઆરીએ યુક્રેન ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં તેની તબિયતમાં સુધારો થયો અને ચંદનના મિત્રોએ તેની સંભાળ લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ મોટાબાપા ભારત પરત ફર્યા હતા. તે ભારત પાછો ફર્યો ત્યાં સુધીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું.

ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, દૂતાવાસે કહ્યું ગાડી ન મળે તો ચાલતી પકડો


બુધવારે મળ્યા મૃત્યુના સમાચાર
બુધવારે પરિવારજનોને યુક્રેનમાં ચંદનના મૃત્યુનો સંદેશ મળ્યો. બ્રેઈન હેમરેજને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સમાચાર મળતાં જ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેની માતા, બહેન અને પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. પીડિત પરિવાર હવે ભારત સરકાર પાસે ચંદનના મૃતદેહને પરત લાવવાની માંગ કરી રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube