ન્યુયોર્કઃ બુધવારે અમેરિકાની ટીવી ન્યૂઝ ચેનલની ન્યુયોર્કમાં આવેલી બ્યુરો ઓફિસને તાત્કાલિક ધોરણે ખાલી કરીને સંપૂર્ણ ઓફિસમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ-હિલેરી ક્લિન્ટનના ન્યુયોર્ક શહેરમાં આવેલા ઘરમાં 'શંકાસ્પદ પાર્સલ' મળ્યાની ઘટના બાદ CNN ઓફિસમાં પણ સલામતીને ખાતર તપાસ હાથ ધરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ત્યાં એક 'શંકાસ્પદ વિસ્ફોટક ડિવાઈસ' ધરાવતું પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને આવું જ અન્ય પાર્સલ હિલેરી-બિલ ક્લિન્ટનના ન્યુયોર્ક શહેરમાં પણ મોકલવામાં આવ્યું હતું. 


ન્યુયોર્કના સબ-અર્બન વિસ્તારમાં આવેલા હિલેરી-બિલ ક્લિન્ટનના ચાપાક્વા ઘરમાં ટપાલ બોક્સ ચેક કરતા કર્મચારીને આ શંકાસ્પદ ડિવાઈસ રૂટિન ચેકઅપ દરમિયાન મળી આવ્યું હતું. 


આ વિસ્ફોટક ડિવાઈસનું ચોક્કસ લોકેશન તો ખબર પડી નથી, પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે અગાઉ સોમવારે અબજપતિ ફિલેનથ્રોપિસ્ટ જ્યોર્જ સોરોસના ઘરે મળી આવેલા વિસ્ફોટક જેવું જ આ સાધન હતું. 


આ બોમ્બ મોકલવાનો હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી કે તેનો હેતુ શું હતો તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 


બુધવારે સવારે બંને નેતાઓના ઘરે આ શંકાસ્પદ બોમ્બ મળી આવ્યો હતો. આ અગાઉ, મંગળવારે ન્યુયોર્કમાં જ જ્યોર્જ સોરોસ નામના અબજપતિના ઘરે પણ આવા જ વિસ્ફોટકો ધરાવતું પાર્સલ મળ્યું હતું. FBI આવા પાર્સલ મોકલનાર વ્યક્તિ અંગે તપાસ કરી રહી છે. 


બોમ્બ ડિસ્પોઝલ સક્વોડ દ્વારા જંગલ વિસ્તારમાં લઈ જઈને આ વિસ્ફોટકને ડિફ્યુઝ કરાયા હતા.