નવી દિલ્હી: મીડિયાના અટપટા સવાલોના જવાબ ક્યારેક રાજનેતાઓ કેવી રીતે આપતા હોય છે તે જોવા જેવા હોય છે. હાલમાં જ પાકિસ્તાનમાં ગત દિવસોમાં જોવા મળ્યું કે જ્યારે એક નેતાને મીડિયાકર્મીઓ દ્વારા સવાલ પૂછવામાં આવ્યાં તો તેમણે ખુબ જ મજેદાર જવાબ આપ્યો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રીની સાથે મીડિયાકર્મીઓની વાતચીતનો આ વીડિયો છે તો જૂનો પરંતુ સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના પત્રકાર ફરીદ કુરૈશીએ આ વાઈરલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ ખાન રાયસેની (નવાબ અસલમ ખાન રાઈસેની)ની સામે અનેક પત્રકારો આવીને ઊભા રહી ગયાં. તેમને અનેક સવાલ કરવા લાગ્યાં હતાં. રાયસેનીએ મીડિયાકર્મીઓના અનેક સવાલનો રસપ્રદ અંદાઝમાં જવાબ આપ્યો. વીડિયો જોઈને હસી હસીને લોથપોથ થઈ જશો. 



આ પહેલો વીડિયો નથી  કે જે વાઈરલ થયો હોય. આ અગાઉ જુલાઈમાં લાહોરમાં આવેલા પુર દરમિયાન એક મીડિયાકર્મીનો પુરના પાણીમાં બાળકો સાથે બાથટબમા કરવામાં આવેલા રિપોર્ટિંગનો વીડિયો પણ  ખુબ  વાઈરલ થયો હતો. દુનિયાભરમાં આ વીડિયો ખુબ જોવાયો હતો.