નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ રાજીનામું આપી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તેનો સ્વીકાર પણ કરી લેવાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, 'નિક્કી હેલીએ અત્યંત સુંદર જોબ કરી છે, તે આ વર્ષના અંતમાં થોડો બ્રેક લેવા માટે પદનો ત્યાગ કરી રહી છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિક્કી હેલીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તે વર્ષ 2020ના રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવાર નથી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફરીથી ચૂંટાવાને સમર્થન કરશે. ટ્રમ્પની સૌથી વિશ્વનસનિય સલાહકાર એવી હેલીએ રાજીનામું આપતાં પહેલાં ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પની મુલાકાત કરી હતી અને આ અંગે ચર્ચા પણ કરી હતી. 



નિક્કીએ શા માટે અચાનક રાજીનામું આપ્યું અને ટ્રમ્પે શા માટે તેનો તરત જ સ્વીકાર કરી લીધો આ અંગે કોઈ માહિતી આવી નથી. અમેરિકના કોઈ પણ રાષ્ટ્રપતિની સરકારમાં કેબિનેટ રેન્કનું પદ મેળવનારી નિક્કી હેલી પ્રથમ ભારતીય મૂળની અમેરિકન હતી. અમેરિકન સંસદે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની આગામી રાજદૂત તરીકે નિક્કી હેલીના નામને સમર્થન આપ્યું હતું. 



સંયુક્ત રાષ્ટ્રમાં સામંથા પાવરનું સ્થાન લેનારી હેલી અગાઉ પણ ઈતિહાસ રચી ચુકી હતી. તે કોઈ અમેરિકન રાજ્યની પ્રથમ ભારતીય મૂળની અમેરિકન મહિલા ગવર્નર હતી. બોબી જિંદલ બાદ તે બીજી ભારતીય મૂળની અમેરિકન છે, જે કોઈ રાજ્યના ગવર્નર પદે ચૂંટાઈ હોય. હેલીનું સ્થાન લેફ્ટનન્ટ ગવર્નર હેનરી મેકમાસ્ટરે લીધું હતું.