રિયાધ: ભાવનાઓને વ્યક્ત કરવા માટે શબ્દોની જગ્યાએ ઈમોજીઓનું ચલણ જૂનું થઈ ચૂક્યું છે. પરંતુ તે સંલગ્ન કાયદા કડક થઈ રહ્યા છે. વોટ્સએપમાં ઈમોજી મોકલવાનું ચલણ ખુબ સામાન્ય છે. હાલમાં જ વેલેન્ટાઈન ડે ગયો. ત્યારે કરોડો લોકોએ પોતાના પાર્ટનર કે મિત્રોને લાલ હાર્ટવાળી ઈમોજી મોકલી હશે. ફેસબુક પર કોઈ પોસ્ટના જવાબમાં રેડ હાર્ટ ઈમોજી કરવી એ તેને ખુબ પસંદ કરી હોવાનું મનાય છે. પરંતુ પશ્ચિમી દેશોથી અલગ જો તમે આ દેશમાં જશો અહીં તમારે કોઈને રેડ હાર્ટ ઈમોજી મોકલતા પહેલા દસવાર વિચાર કરવો પડશે. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડ હાર્ટ ઈમોજી બદલ 2 થી 5 વર્ષની કેદ
સાઉદી અરેબિયામાં સાઈબર  કાયદો ખુબ કડક છે. અહીં પોતાના પરિજનો કે પાર્ટનર સુદ્ધાને લાલ દિલવાળી ઈમોજી મોકલવા બદલ જેલ થઈ શકે છે. મેસેજ મેળવનાર પોલીસ ફરિયાદ કરે તો દંડ અને સજા બંને થઈ શકે છે. સાઉદીના એક સાઈબર એક્સપર્ટે આ જાણકારી સ્થાનિક મીડિયાને આપી છે. સાઉદીના કાયદા મુજબ જો મોકલનાર વ્યક્તિ દોષિત ઠરે તો તેને 2થી 5 વર્ષની જેલ થઈ શકે છે. આ ઉપરાંત મોકલનારા પર એક લાખ સાઉદી રિયાલનો દંડ પણ થઈ શકે છે. ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો આ રકમ 20 લાખ રૂપિયાથી પણ વધુ થાય. 


વોટ્સએપ પર હાર્ટ ઈમોજી મોકલી તો આવી બન્યું સમજો
સાઉદી અરબમાં એન્ટી ફ્રોડ એસોસિએશનના સભ્ય અલ મોઆતાજ કુતબીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વોટ્સએપ પર લાલ હ્રદયવાળી ઈમોજી મોકલવી એ ઉત્પીડનની શ્રેણીમાં અપરાધ ગણવામાં આવ્યું છે. ઓનલાઈન ચેટિંગ દરમિયાન જો કોઈ તસવીર કે ઈમોજીને લઈને મેળવનારે કેસ કર્યો તો તે ઉત્પીડન અપરાધની શ્રેણીમાં આવશે. તેમણે કહ્યું કે સાઉદી અરબમાં ઓનલાઈન ઉત્પીડન, અશ્લીલતા જેવા અપરાધો માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube