નવી દિલ્હી : કોરોના વાયરસનાં ખોફ છતા પણ પ્રેમ પરવાને ચઢી ગયો છે. હાલમાં જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં પુત્રનાં લગ્ન થયા જે મીડિયામાં ખુબ ચમક્યાં.  હવે કોલંબિયાના એક લગ્ન પણ ચર્ચામાં છે. જો કે બંન્નેમાં ઘણુ અંતર છે. કુમાર સ્વામીનાં પુત્રનાં લગ્ન માટે જ્યાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોને નેવે ચડાવી દેવામાં આવ્યા હતા ત્યારે કોલંબિયામાં થયેલા લગ્ન તે જ શેલ્ટર હોમમાં થયા જે સંકટકાળમાં બેધર લોકોને આશ્રય આપવા માટે બનાવવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, મહામારીના ખતરાને જોતા કોલંબિયા સરકારે અન્ય દેશોની જેમ જ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન કોફી ઉત્પાદક ક્ષેત્ર મનિજેલ્સ માં આવા લોકો માટે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું જેમની પાસે રહેવા માટે ઘર નહોતું. આ શેલ્ટરમાં મારિયા સોસિલિયા ઓસોરિયો અને અલ્ફાંસો અર્ડીલાની એક મહિના પહેલા મુલાકાત થઇ હતી. ઓસોરિયો મિશનરીનું કામ જુએ છે અને જ્યારે કોરોના દરમિયાન લોકડાઉન જેવા ઉપાય લાગુ કરવામાં આવ્યા તેની સામે રોજી રોટીનું સંકટ ઉત્પન્ન થઇ ગયું. તેમની પાસે મકાનનું ભાડુ ચુકવવા માટેના પૈસા પણ નહોતા. જેથી તેમણે મનિજેલ્સમાં આશ્રય સ્થળે આશરો લીધો. 

આ પ્રકારે અ્ડીલા મજુરીનું કામ કરે છે, પરંતુ મહામારીના કારણે તેમની કમાણીનું સાધન પણ બંધ થઇ ગયું અને તેમને પણ શેલ્ટર તરફ જવું પડ્યું. એક જ સ્થળ પર રહેવા દરમિયાન ઓસોરિયો અને અર્ડીલા અને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. બંન્નેએ બાકીનું જીવન એક સાથે વિતાવવાનો નિર્ણય લીધો અને શેલ્ટરમાં લગ્ન કરી લીધા.  હાલમાં જ 240 મહેમાનોની હાજરીમાં વિવાહ પરંપરા અનુસાર પુર્ણ થયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube