કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ એરપોર્ટ (Kabul Airport) પાસે બીજા બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલાં થયેલા બ્લાસ્ટમાં 40 લોકોના મોત અને 120થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં અમેરિકાના 4 સૈનિકો પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ (Airport) પાસે બનેલી બરૂન હોટલ પાસે પહેલો બાસ્ટ થયો, જ્યાં બ્રિટનના સૈનિકો રોકાયા હતા. બીજો બ્લાસ્ટ એરપોર્ટ પાસે થયો છે. પહેલા બ્લાસ્ટ (Blast) બાદ ફ્રાંસે બીજા બ્લાસ્ટને લઇને એલર્ટ જાહેર કર્યું હતું, તેના થોડીવાર બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં બ્લાસ્ટના લીધે અફરા-તફરીનો માહોલ છે. 

Kabul: હામિદ કરજઇ એરપોર્ટ પર બ્લાસ્ટ, મોટી સંખ્યા લોકો થયા ઘાયલ, જુઓ તસવીરો


કાબુલ (Kabul) માં થયેલા સીરિયલ બ્લાસ્ટને લઇને અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ન જવાની સૂચના આપી છે. દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે લોકો કાબુલ એરપોર્ટ પાસે જતાં બચે. 


અમેરિકન મીડિયાના અનુસાર આ સુસાઇડ બોમ્બર એટેક હતો. આ એટેક સાથે જ Abbey Gate પાસે ગોળીઓ પણ ચલાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કાબુલ એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં અફઘાન નાગરિક ગત એક અઠવાડિયાથી ત્યાં છે. પરંતુ વીઝા અને પાસપોર્ટ ન હોવાથી તેમને એરપોર્ટની અંદર એન્ટ્રી મળી શકતી નથી. તો બીજી તરફ તાલિબાને જાહેરાત કરી દીધી છે કે કોઇપણ અફઘાન નાગરિક દેશ છોડી શકશે નહી અને તેમને પોતાના ઘરે પરત ફરવું પડશે.  


કાબુલ એરપોર્ટની બહાર થયેલા આ બોમ્બ વિસ્ફોટના 24 કલાક પહેલાં જ અમેરિકાએ ત્યાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. અમેરિકાએ 25 ઓગસ્ટના રોજ એડવાઇઝરી જાહેર કરી અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના તમામ નાગરિકોને જલદી જ એરપોર્ટથી દૂર થવા માટે કહ્યું હતું. અમેરિકાએ ચેતાવણી હતી કે એરપોર્ટ બહાર સુરક્ષાનો ખતરો છે. એટલા માટે તમામ અમેરિકન નાગરિક તાત્કાલિક Abbey Gate થી દોર થઇ જાય. 


ISIS-K એ લીધી જવાબદારી
અમેરિકન મીડિયા અનુસાર આ સુસાઇડ બોમ્બર મોમ્બર એટેક હતો. આ એટેકની સાથે જ Abbey Gate પાસે ગોળીઓ પણ ચાલાવવામં આવી હતી. સૂત્રોના અનુસાર ISIS-K આતંકવાદી ગ્રુપે કાબૂલ એરપોર્ટ પર થયેલા આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ નેધરલેંડએ અફઘાનિસ્તાનને પોતાના નાગરિકોને નિકાળવા માટે ઓપરેશનને હાલ અસ્થાયી રૂપથી અટકાવી દીધું છે. તો બ્રિટને સ્થિતિની સમીક્ષા માટે સીનીયર મંત્રીઓ અને ઓફ્સિરો સાથે ઇમરજન્સી બેઠક બોલાવી છે. 


ફ્રાંસના રાજદૂત છોડશે કાબૂલ
કાબૂલ એરપોર્ટની બહાર થયેલા સીરિયલ બ્લાસ્ટ્સ બાદ ફ્રાંસના રાજદૂત અફઘાનિસ્તાન છોડીને પરત જતા રહેશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોએ કહ્યું કે અફઘાનિસ્તાન છોડીને હવે રાજદૂત પેરિસથી કામ કરશે. 


જર્મનીની ચાંસલરનો ઇઝરાઇલ પ્રવાસ રદ
કાબૂલમાં એરપોર્ટ પાસે થયેલા બે બ્લાસ્ટ બાદ જર્મનીની ચાંસલર એંજેલા મર્કેલએ પોતાનો ઇઝરાઇલ પ્રવાસ રદ કર્યો છે. 


ચાર અમેરિકી મરીન કમાંડોના પણ મોત
કાબૂલમાં સીરિયલ બ્લાસ્ટમાં ચાર અમેરિકી મરીન કમાંડોના પણ મોત થયા છે. આ ઉપરાંત ત્રણ ઘાયલ થયા છે. કાબુલમાં ગુરૂવારે સાંજે એરપોર્ટના ગેટ પાસે અને બહાર સ્થિત એક હોટલ પાસે બે બ્લાસ્ટ થયા હતા. તેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube