નવી દિલ્હીઃ તમે નિઠારીના શેતાન સુરેન્દ્ર કોલી વિશે તો સાંભળ્યું જ હશે. આ તો તેનાથી પણ વધુ ભયાનક હતું. તેના દેખાવને જોઈને, તેની નિર્દયતા અને દુષ્ટ વિચારસરણીનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેણે પહેલો ગુનો કર્યો હતો. અમેરિકાના
થિયોડોર રોબર્ટ બંડી કુખ્યાત સિરિયલ કિલરનું નામ છે. તેણે 30થી વધુ મહિલાઓને દત્તક લઈને શિકાર બનાવ્યો. આ હત્યારાને ટેડ બંડી તરીકે પણ ઓળખવામાં આવતો હતો. 80ના દાયકામાં સ્ત્રીઓના મનમાં તેનો ડર હતો. તે સુંદર મહિલાઓ સાથે ચેનચાળા કરતો હતો પછી મોકો મળતાં જ બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખતો હતો. ત્યારબાદ ઘણા દિવસો સુધી મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધવાનો તેનો શોખ હતો. નિશાની તરીકે આ માથું શરીરથી અલગ કરીને તેને શો કેસમાં સજાવીને રાખતો હતો. મૃતદેહો સાથે સંપર્ક કરતા પહેલા મૃતદેહો પર મેકઅપ પણ કરતો હતો. આ સાયકો કિલરને કોર્ટ દ્વારા બે વખત ઈલેક્ટ્રિક ચેર પર મોકલવામાં આવ્યો હતો. તેને વીજ કરંટથી મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જ્યારે તે મર્યો ત્યારે લોકોએ ઉજવણીમાં ફટાકડા ફોડ્યા હતા. જાણો આ સીરિયલ કિલરની કહાની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવ ઇતિહાસમાં ઘણા ભયંકર સીરિયલ કિલર્સ થયા છે. તેમાંથી એક ટેડ બંડી ઉર્ફે થિયોડોર રોબર્ટ હતો. અમેરિકાના કુખ્યાત સિરિયલ કિલર થિયોડોર રોબર્ટ બન્ડીનો જન્મ 24 નવેમ્બર 1946માં બર્લિંગ્ટનમાં થયો હતો. તે પહેલાં મહિલા કે યુવતીનું અપહરણ કરતો હતો. પછી તેને હવસનો શિકાર બનાવતો અને પછી તેને મારી નાખતો હતો. આ સાયકો કિલર ઘણા દિવસો સુધી મૃતદેહો સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. મૃત શરીર જ્યાં સુધી સડી ન જાય કે તેને કોઈ જાનવર ખાઈ ન જાય ત્યાં સુધી તે શારીરિક સંબંધ બાંધતો હતો.


આ પણ વાંચોઃ છોકરીઓના આંતરવસ્ત્રો પહેરીને કેમ  LIVE થઈ રહ્યાં છે છોકરાઓ, ચોકાવનારું છે કારણ


80ના દાયકામાં તેનો એટલો ખોફ હતો કે, લોકો તેના નામથી પણ ડરતા હતા. જાણકારી મુજબ તેનો ટાર્ગેટ મહિલાઓ હતી અને તેણે 30થી વધુ મહિલાઓને તેનો શિકાર બનાવી હતી. 1971 પહેલાં તેના સામે ગુનાનો કોઈ રેકોર્ડ નહોતો. પરંતુ 1974થી 1978 સુધી અમેરિકાના અનેક શહેરોમાં ગંભીર ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને તેથી જ ઘણીવાર મહિલાઓ તેની ચુંગાલમાં ફસાઈ જતી હતી. તે પછી તેમની સાથે ફ્લર્ટ કરતો અને પછી પોતાની જાળમાં ફસાવતો હતો.


શોકેસમાં કપાયેલા માથા મૂકવાનો શોખઃ
ટેડ બંડી એટલો સાયકો હતો કે, તેણે તેના ઘરમાં 12થી વધુ મહિલાઓના કપાયેલા માથા સંભાળીને શોકેસમાં રાખ્યા હતા. તેને એટલું સંભાળીને રાખ્યા હતા કે, જાણે તે કોઈ ટ્રોફી હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને પહેલો ગુનો કરવાનો પ્રયાસ 1969માં 23 વર્ષની ઉંમરે કર્યો હતો. તેને મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થયો. તેણે 1969માં એટલાન્ટિક સિટીમાં બે મહિલાઓ પર હુમલો કર્યો હતો. તે બાદ તેણે હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી હતી. આ તેનો પહેલો ક્રાઈમ હતો પરંતુ તેનો કોઈ પુરાવો નથી મળ્યો. 


આ સિરિયલ કિલર એકવાર ચોરની જેમ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં મહિલા સૂઈ રહી હતી. ત્યારે પહેલાં તેના પર હુમલો કરીને તેને બેભાન કરી. પછી લોખંડના સળિયા વડે આવી નિર્દયતા કરી કે, આ મહિલા કાયમ માટે અપંગ બની ગઈ. તેને 10થી વધુ મહિલાઓના ઘરમાં ઘૂસીને આવી ઘટનાઓને અંજામ આપ્યો. 


આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના નવા પ્રધાનમંત્રી બનશે ક્રિસ હિપકિન્સ, જેસિન્ડા અર્નર્ડનું લેશે સ્થાન


ટેડ બંડીની 16 ઓગસ્ટ, 1975ના રોજ પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 7 જૂન 1977ના રોજ તેઓ જેલમાંથી ભાગી ગયો હતો. 13મી જૂને ફરી ધરપકડ કરવામાં આવી, પરંતુ 30મી ડિસેમ્બર, 1977ના રોજ ફરી ફરાર થઈ ગયો. 15 ફેબ્રુઆરીએ તે ફરી પકડાયો હતો અને જાન્યુઆરી 1989માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ફ્લોરિડાના જેલમાં સવારે 7 વાગે ઈલેક્ટ્રીક ખુરશી પર બેસીને તેનું વીજ કરંટથી મોત થયું હતું. જેલમાં થયેલા તેના મૃત્યુ પર ઉજવણીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube