કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ લોકોમાં ચિંતાનો માહોલ છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા છે. બ્રિટન રક્ષા મંત્રાલય પ્રમાણે જમીની સ્થિતિ ખુબ પડકારજનક છે, પરંતુ વધુમાં વધુ નાગરિકોને સુરક્ષિત સ્થિતિમાં સંભાળવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ખરાબ
મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પર ભેગા થયા છે. હાલ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોનો કબજો છે. એક સાથે હજારો લોકો ભેગા થવાને કારણે આજે અહીં ભાગદોડ જોવા મળી હતી. આ દરમિયાન સાત લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. 


આ પણ વાંચોઃ 20 વર્ષમાં જે કર્યું તે બધુ બરબાદ થઈ ગયું... તાલિબાનની હકીકત જણાવી રડવા લાગ્યા અફઘાન સાંસદ  


કાબુલ પર એક સપ્તાહ પહેલા તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરે કાબુલથી 107 ભારતીયો સહિત 168 લોકોને રવિવારે ત્યાંથી બહાર કાઢી ગાઝિયાબાદ પહોંચાડ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube