નેપાળમાં વરસાદ અને વાવાઝોડાનો કહેર, અત્યાર સુધી 25ના મોત, 400 ઘાયલ
દક્ષિણ નેપાળના અનેક ગામડાઓ ભીષણ તોફાનની ચપેટમાં આવવાના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 400 લોકો ઘાયલ થયા છે.
કાઠમંડૂ: દક્ષિણ નેપાળના અનેક ગામડાઓ ભીષણ તોફાનની ચપેટમાં આવવાના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 400 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે આ વાવાઝોડું રવિવારે સાંજે બારા તથા પરસા જિલ્લાઓમાં આવ્યું હતું. રાજધાની કાઠમંડૂથી 128 કિલોમીટર દક્ષિણમાં સ્થિત બારા જિલ્લામાં તોફાનથી 24 લોકોના મોત થયા અને પરસા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું.
નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે ઘાયલોનો ઉપચાર અનેક હોસ્પિટલોમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ લોકોના માર્યા જવાની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જવાનો અને પોલીસકર્મીઓને રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV