નવી દિલ્લીઃ 24 જુનના રોજ અમેરિકામાં સુપ્રીમકોર્ટે મહિલાઓના ગર્ભપાતના સંવિધાનિક હક પર રોક લગાવી છે. હવે અમેરિકામાં ગર્ભપાત એક ગુનો માનવામાં આવશે. 1973ના ચર્ચિત Roe vs Wadeના નિર્ણયને બદલવામાં આવ્યો છે. જે અગાઉ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. વિરોધ થઈ રહ્યો છે. ફેમિનિસ્ટ ગ્રુપ્સે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની આલોચના કરી છે. લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મહિલાઓને તેમના જ શરીર પરના હક છીનવી લીધા છે. આ નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. હવે એવુ પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જવાની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


Sex Strikમાં શુ કરી રહી છે મહિલાઓ?
Roe vs Wadeના નિર્ણયને પાછો ખેંચ્યા પછી અનેક રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અનેક ફેમિનિસ્ટ ગ્રુપ્સે સેક્સ સ્ટ્રાઈક પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. ટ્વીટર પર એક ગ્રાફિક વાયરલ થઈ રહ્યું છે જેમાં બોલ્ડ લેટર્સમાં લખવામાં આવ્યું છે. અમે અનિચ્છિત પ્રેગનેન્સીનું જોખમ ના ઉઠાવી શકીએ. એટલે જ્યાં સુધી પ્રેગનેન્ટ ના થવુ હોય ત્યાં સુધી અમે પતિ કે પછી કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરીએ. #SexStrike.


ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર એક મહિલા પ્રોટેસ્ટરે જણાવ્યું કે તે કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરે જેણે નસબંધી ના કરાવી હોય. જો તમે એવા પૂરુષ છો જેણે નસબંધી નથી કરી અને રોડ પર અમારા હક માટે નથી લડી રહ્યા તો મારી સાથે સેક્સ કરવા માટે તમે લાયક નથી.


 



 


એક ટ્વીટર યુઝરે લખ્યુંઃ
જો મને મારા શરીર પર અધિકાર નથી તો તમારી પાસે પણ નથી.