લંડનઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દુનિયાભરમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. ઘણાં લોકોને આ મહામારીના સમયમાં પોતાની નોકરી (Jobs) થી હાથ ધોવાનો વારો આવ્યો છે. તો ઘણાં લોકો પહેલાંથી ઓછી સેલેરીમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે. આવી મજબૂરીમાં લોકો એવા કામ પણ કરવા લાગ્યા છે જેને સમાજ ખરાબ નજરથી જુએ છે. બ્રિટન (UK) માં આર્થિક તંગીના કારણે યુવતીઓ દેહવ્યાપારના દલદલમાં ઉતરી રહી છે. આ સનસનીખેજ ખુલાસો એક સંસ્થાએ કર્યો છે, જે વેશ્યાવૃત્તિ કરતી (Prostitutes) યુવતીઓ માટે કામ કરતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ ઘણા વધી ગયા Calls
English Collective of Prostitutes નામની સંસ્થાના મતે તેમને સતત યૂનિવર્સિટી અને કોલેજથી સેક્સ વર્ક (Sex Work) ને લઈને કોલ આવી રહ્યાં છે. આ વર્ષે આ કોલ્સમાં ત્રણ ઘણો વધારો થયો છે. વધારે પડતાં આવા કોલ્સ સ્ટુડન્સ તરફથી જ આવી રહ્યાં છે. જે દેહવ્યાપારના ધંધામાં ઉતરી રહ્યાં છે. આ સ્ટુડન્સ પોતાનો ખર્ચ કાઢવા માટે હવે દેહવ્યાપારના ધંધામાં ઉતરી રહી છે.


બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી
આ સંસ્થાના પ્રવક્તા લોરો વોટ્સને જણાવ્યુંકે, કોરોનાને કારણે લોકોના જીવન પર ખરેખર માઠી અસર પડી છે. એવામાં કોલેજો અને યૂનિવર્સિટીમાં ટ્યૂશન ફીમાં સતત થઈ રહેલો વધારો એક મોટી સમસ્યા બની ગયો છે. તેથી અહીંની યુવતીઓ સેક્સના વેપાર તરફ વધી રહી છે. તેથી પૈસા કમાવવા માટે આ યુવતીઓ માટે પ્રોસ્ટીટ્યૂશન સિવાય બીજો કોઈ રસ્તો વધ્યો નથી. 
  
Jobs પડ્યો ખરાબ પ્રભાવ
વોટ્સનના કહેવા પ્રમાણે કોરોનાના કહેરને કારણે અપાયેલાં લોકડાઉનથી લોકોની જિંદગી ખરાબ થઈ ગઈ છે. રોજગાર-ધંધા, શિક્ષણકાર્ય અને ત્યા સુધી કે લોકોના અંગત જીવન પર પણ આને કારણે વિપરિત અસર પડી રહી છે. આર્થિક પણ લોકો માટે સૌથી મોટી પરેશાનીની સબક બની ગઈ છે. એજ કારણ છેકે, કોલેજની યુવતીઓ હવે સેક્સ વર્કર તરીકે કામ કરવા મજબૂર બની છે.


ઘણી યુવતીઓ પોતાના પ્રાઈવેટ ફોટો શેયર કરે છે
ઘણી યુવતીઓ આવી આર્થિક તંગીમાં પૈસા કમાવા માટે પોતાના પ્રાઈવેટ ફોટો સોશિયલ સાઈટ પર અથવા વ્હોટસએપના માધ્યમથી શેયર કરીને પૈસા કમાય છે. એના માટે હવે OnlyFans જેવી વેબસાઈટ પણ શરૂ થઈ ગઈ છે. જે આ પ્રકારના ધંધા માટે જાણીતી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube