ઓટાવાઃ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જાય છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મામલો વધી રહ્યો છે. નિજ્જરની હત્યા અંગે SFJના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુની એન્ટ્રી થઈ છે. ખાલિસ્તાન તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા માટે કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં આતંકવાદી પન્નુ એવું કહેતા સંભળાય છે કે, "ભારત-હિંદુ કેનેડા છોડી દો; ભારત જાઓ. તમે માત્ર ભારતને જ સમર્થન નથી આપી રહ્યા પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છો." પન્નુને કહ્યું કે, તમે શહીદ નિજ્જરની હત્યાનો જશ્ન મનાવીને હિંસાનું સમર્થન કરી રહ્યા છો. તેમણે કેનેડિયન શીખોને વાનકુવરમાં 29 ઓક્ટોબરે કહેવાતા લોકમતમાં મતદાન કરવા પણ આહ્વાન કર્યું હતું.


પન્નુને કેનેડાના ખાલિસ્તાન તરફી શીખોની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ હંમેશા વફાદાર રહ્યા છે અને દેશના કાયદા અને બંધારણનું સમર્થન કર્યું છે. વાસ્તવમાં ભારતે SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે.


ટ્રુડોને કેવી રીતે ભારે પડી પોતાની મૂર્ખામી? ભારતે કઠોર વલણ અપનાવતા આ રીતે નરમ પડ્યા


બેઠકોના દોર બાદ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતાં કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેનેડામાં હેટ ક્રાઈમની વધતી ઘટના બાબતે ભારતીયોને ચેતવણી અપાઈ છે. હેટ ક્રાઈમ થાય છે તેવા વિસ્તારોથી દૂર રહેવા ભારતીયોને સતર્ક કરાયા છે. વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવા પણ એડવાઈઝરીમાં કહેવાયું છે. કોઈ તકલીફ પડે તો ભારતીયોને WWW.MADAD.GOV.IN વેબસાઇટ પર સંપર્ક કરવા કહેવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube