શાહબાઝ શરીફ બન્યા વિપક્ષના PM ઉમેદવાર, બિલાવલ ભુટ્ટો બની શકે છે વિદેશ મંત્રીઃ રિપોર્ટ
Pakistan Politics Update: રવિવારે વિપક્ષી દળોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાહબાઝ શરીફને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે. શહબાઝ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નવી સરકારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. માહિતી મળી રહી છે કે વિપક્ષે શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી તરીકે પોતાના ઉમેદવાર નોમિનેટ કર્યા છે. પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમનો નિર્ણય સોમવારે થવાનો છે. ઇમરાન ખાન સત્તામાંથી બહાર થયા બાદ શરીફે ટ્વીટ દ્વારા મીડિયા, વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. રવિવારે ઇમરાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ ગયો હતો. તેમની વિરુદ્ધ 174 સાંસદોએ મત આપ્યો હતો.
ARY ન્યૂઝ અનુસાર રવિવારે વિપક્ષી દળોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાહબાઝ શરીફને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર નોમિનેટ કર્યા છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. રવિવારે તેમણે ટ્વીટ કર્યુ- મીડિયા, નાગરિક સમાજ, વકીલો, મારા કાયદ નવાઝ શરીફ, આસિફ ઝરદારી, મૌલાના ફઝલ-ઉર-રહમાન, બિલાવલ ભુટ્ટો, ખાલિદ મકબૂલ, ખાલિદ મગસી, મોસિન ડાવર, અલી વઝીર, આમિર હૈદર હોતી અને તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો બંધારણ માટે ઉભા રહેવા માટે આભાર.
આ પણ વાંચોઃ ઈમરાન થયા આઉટ, હવે શાહબાઝ બનશે નવા PM; પાકિસ્તાનના રાજકીય ઘમાસાણની 10 મહત્વની વાતો
મીડિયા રિપોર્ટ અનુસાર અટકળો છે કે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનના આગામી વિદેશ મંત્રી બનાવી શકાય છે. તે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. ખાસ વાત છે કે ઇમરાન ખાનને સત્તામાંથી બહાર કરવા દરમિયાન શરીફનું નામ ખાસ ચર્ચામાં રહ્યુ હતું. તે ત્રણ વખત પંજાબના મુખ્મયંત્રી રહી ચુક્યા છે.
આ પણ વાંચોઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં જેલેન્સ્કી સાથે ઘૂમતા જોવા મળ્યા બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન, જુઓ Video
અવિશ્વાસ પ્રસ્તાવથી બચવા માટે ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મધ્યરાત્રિમાં મતદાન થયું હતું. આ દરમિયાન 342 સભ્યોવાલી એસેમ્બલીમાં 174 સાંસદોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનમાં કાર્યકાળ પૂરો કર્યા વગર સત્તા ગુમાવવી નવી વાત નથી, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ છોડનાર ઇમરાન પ્રથમ પ્રધાનમંત્રી છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube