ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એકવાર ફરી કાશ્મીરનું ગીત ગાયું છે. શાહબાઝ શરીફે કહ્યુ કે, પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગવાળા સંબંધનું ઈચ્છુક છે. શાહબાઝે કહ્યુ કે, પાકિસ્તાન ભારતની સાથે જમ્મુ-કાશ્મીર સહિત તમામ બાકી મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન સૌથી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં આતંકવાદથી મુક્તિનું આહ્વાન કરવાના જવાબમાં શાહબાઝે દાવો કર્યો કે પાકિસ્તાને આતંકવાદ સામે લડતા કુરબાની આપી છે. 


કાશ્મીરના આતંકવાદીઓને તૈયાર કરનાર પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝે કહ્યુ- શુભેચ્છા માટે આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પાકિસ્તાન ભારતની સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો માટે ઈચ્છુક છે. જમ્મુ-કાશ્મીર સહિત અન્ય બાકી મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનની જરૂર છે. પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ જંગ લડતા આપેલી કુર્બાનીને દુનિયા જાણે છે. ચાલો શાંતિને સુરક્ષિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન આપીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube