સિદ્ધૂ બાદ હવે કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા પાકિસ્તાન, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મિલાવ્યો હાથ
પઠાણકોટ અને ઉરીમાં થયેલા આતંકી હુમલા છતાં પાકિસ્તનના પીએમ ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં સિદ્ધૂએ હાજરી આપીને ટીકાને આમંત્રણ આપ્યું હતું. હવે શત્રુઘ્ન સિન્હાની મુલાકાત બાદ પણ વિવાદ ઉભો થઈ શકે છે.
ઇસ્લામાબાદઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ બાદ હવે પાર્ટીના વધુ એક નેતા શત્રુઘ્ન સિન્હાએ પાકિસ્તાનનો પ્રવાસ કરીને આલોચનાને આમંત્રણ આપ્યું છે. સિન્હા હકીકતમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમણે શનિવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અલ્વીએ એવો દાવો કર્યો છે કે 'શત્રુઘ્નએ કાશ્મીરમાં લોકડાઉનની સ્થિતિ પર તેમની ચિંતા પર સમર્થન વ્યક્ત કર્યું છે.' પરંતુ શત્રુઘ્નએ સફાઈ આપતા કહ્યું કે, આ પ્રવાસ સંપૂર્ણ રીતે વ્યક્તિ ગત હતો અને તેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી.
અલ્વીની ઓફિસે ટ્વીટ કર્યું, 'ભારતીય રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ રાષ્ટ્રપતિ આરિફ અલવી સાથે લાહોરમાં આજે મુલાકાત કરી. તેમણે બંન્ને દેશો વચ્ચે શાંતિનો પુલ બનાવવાના મહત્વ પર ચર્ચા કરી. સિન્હાએ કાશ્મીરમાં 200થી વધુ દિવસથી લોકડાઉન પર રાષ્ટ્રપતિની ચિંતાનું સમર્થન કર્યું.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube