ઇસ્લામાબાદઃ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. શાહબાઝ શરીફને નેશનલ એસેમ્બલીમાં બિનહરીફ દેશના પ્રધાનમંત્રી ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ નેશનલ એસેમ્બલીમાંથી વોકઆઉટ કર્યુ હતું. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાત્રે લેશે શપથ
નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગમાં શાહબાઝ શરીફના પક્ષમાં 174 મત પડ્યા છે. એટલે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. શાહબાઝ શરીફ આજે રાત્રે 8 કલાકે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. 


નવા પ્રધાનમંત્રીની પસંદગી પહેલા ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીના સભ્યના રૂપમાં તે કહેતા રાજીનામુ આપી દીધુ કે તે ચોરોની સાથે નહીં બેસે. ઇમરાન ખાને કહ્યુ- જે વ્યક્તિ વિરુદ્ધ અબજો રૂપિયાના ભ્રષ્ટાચારનો કેસ છે. તે વ્યક્તિને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા દેશનું આનાથી મોટુ અપમાન ન હોઈ શકે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube