અબુધાબીઃ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થઈ ગયુ હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિની ખુરશી ખાલી થઈ હતી. હવે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન યૂએઈના નવા રાષ્ટ્રપતિ હશે. 13 મેએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસક હિજ હાઇનેસ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું નિધન થઈ ગયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર દુખ વ્યક્ત કરતા 40 દિવસના શોકની જાહેરાત કરી છે. આ સિવાય તમામ મંત્રાલયો અને ખાનગી સેક્ટરમાં ત્રણ દિવસ સુધી કામકાજ બંધ રહેશે. 


Srilanka Crisis: કર્ફ્યૂમાં 12 કલાકની છૂટ, નવી કેબિનેટ બનાવશે વિક્રમસિંઘે  


પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર શુક્રવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુ કે, તેમના નેતૃત્વમાં ભારત અને યૂએઈના સંબંધ સમુદ્ધ થયા. નાહયાનનું શુક્રવારે નિધન થયુ હતું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા નવેમ્બર 2004થી યૂએઈના રાષ્ટ્રપતિ અને અબૂધાબીના શાસકના રૂપમાં સેવાઓ આપી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube