દુબઈ: દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું મહત્વ વધી રહ્યું છે. અને તેની સાથે જ વૈશ્વિક મામલાઓમાં તેના વધતા કદને જોઈને રણનીતિક દ્રષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે નવી સંભાવના ઉત્પન્ન કરે છે. ઝી મીડિયાની આંતરાષ્ટ્રીય ચેનલ WIONની Global Summit નું ઉદ્ધાટન કરતા મુખ્ય મહેમાન અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહયાને આ વાત કરી. શેખ નહયાન સયુંક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારની કેબિનેટમાં મહત્વના સભ્ય છે અને ટોલરન્સ મંત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ શેખ નહયાને કહ્યું કે આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનો માહોલ બનાવવા માટે તમામ સ્તરો પર પ્રયત્નો કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયાઈ દેશો સાથે સારા સંબંધો છે. ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 


દક્ષિણ એશિયાની તાકાત, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Power of South Asia) પર WION દ્વારા આજે દુબઈમાં એક ગ્લોબલ સમિટનું આયોજન થયું છે. શેખ નહયાને કોન્કલેવના હેતુને બિરદાવ્યો. તેમણે આ આયોજન બદલ Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યાં છો. 


WION CONCLAVE: દક્ષિણ એશિયાની તાકાત અને સંભાવનાઓ પર દિગ્ગજો રજુ કરશે પોતાનો અભિપ્રાય


આ વૈશ્વિક આયોજનમાં દુનિયાભરના બુદ્ધિજીવીઓ, એકેડેમિક અને દક્ષિણ એશિયા ક્ષેત્રના નેતાઓ જોઈન્ટ ફ્યુચર પર પોતાના અભિપ્રાયો રજુ કરી રહ્યાં છે. આ કડીમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુ દક્ષિણ એશિયાના દેશો વચ્ચે આર્થિક સહયોગની જરૂરિયાત પર પોતાના વિચાર રજુ કરશે. પૂર્વ આર્મી ચીફ જનરલ બ્રિક્રમ સિંહ, અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની અને અન્ય ક્ષેત્રમાં આતંકવાદ, શાંતિ અને પ્રગતિના મુદ્દે પોતાના મત રજુ કરશે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...