ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જે લોકોને હેરાન પરેશાન કરી નાખે છે. આવી જ એક ઘટના આજકાલ ખુબ ચર્ચામાં છે. અલ્જેરિયામાં અનેક વર્ષો પહેલા એક છોકરો અચાનક ગાયબ થઈ ગયો. લોકો તેને ભૂલી પણ ગયા હતા પરંતુ વર્ષો બાદ તે એક એવી જગ્યાએથી મળ્યો કે જેના વિશે ભાગ્યે જ કોઈ વિચારી શકે. આ છોકરાનું નામ ઉમર બિન ઓમરાન છે. તે 1998માં જ્યારે માત્ર 17 વર્ષનો હતો ત્યારે તે અલ્જીરિયાના જેલ્ફામાં પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિટી સેન્ટ્રલ નામની વેબસાઈટના એક રિપોર્ટ મુજબ હાલમાં જ તે તેના પાડોશીના ભોંયરામાંથી મળી આવ્યો છે અને તે પણ જીવતો. તેના પાડોશીનું ઘર તે છોકરાના ઘરથી માત્ર 200 મીટરના અંતરે છે. તે જ્યારે ગાયબ થયો ત્યારે અલ્જીરિયામાં ગૃહ યુદ્ધ ચાલુ હતું. ચારેબાજુ હાહાકાર મચ્યો હતો. આવામાં ઘણું શોધવા છતાં તે મળ્યો નહીં તો પરિવાર અને મિત્રોને લાગ્યું કે તે કદાચ યુદ્ધ દરમિયાન માર્યો ગયો અથવા તો તેનું અપહરણ થઈ ગયું હશે. કારણ કે એવું માનવામાં આવે છે કે તે સમયે સંધર્ષ દરમિયાન લગભગ 2 લાખ લોકો માર્યા ગયા હતા અને 20 હજાર જેટલા લોકોનું અપહરણ થયું હતું. 


આ રીતે મામલો બહાર આવ્યો
રિપોર્ટ્સ મુજબ થોડા સમય સુધી શોધ્યા બાદ પોલીસ અધિકારીઓએ પણ તેને શોધવાનું બંધ કરી દીધું. પરંતુ તેની માતાને આશા હતી કે તેનો પુત્ર હજુ જીવતો છે. પણ કમનસીબે 2013માં તેની માતાનું પણ મોત થઈ ગયું. હવે પરિવારમાં એવું કોઈ નહતું જેને આશા હોય કે ઉમર હજુ પણ જીવતો છે. પણ હાલમાં જ ઉમરના એક પાડોશીના ભાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં દાવો કર્યો હતો કે તેનો ભાઈ ઉમરના અપહરણમાં સામેલ હતો. હકીકતમાં બંને ભાઈઓએ વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલુ હતો. આવામાં એક ભાઈએ બીજાની પોલ ખોલી જેથી કરીને તેની ધરપકડ થઈ શકે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube