પ્લેબોય મોડેલ સાથેના અફેર વખતે તેને શું કહ્યું ટ્રમ્પે? જાણીને મગજ કામ કરતું થશે બંધ
Karen McDougal નામની મોડલે કર્યો છે ઘટસ્ફોટ
નવી દિલ્હી : અમેરિકન પ્રેસિડન્ટ પર ચોંકાવનારા આરોપ મૂકવાનો સિલસિલો હજી અટક્યો નથી. ભૂતપૂર્વ પ્લેબોય મોડેલે આરોપ મૂક્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મેલેનિયા સાથે લગ્નજીવન ગાળી રહ્યા હતા ત્યારે તેણે તેમની સાથે સેક્સ માણ્યું હતું. મોડેલના આરોપ પ્રમાણે એ સમયે ટ્રમ્પે તેની સરખામણી દીકરી ઇવાન્કા સાથે કરી હતી.
જર્નાલિસ્ટ એન્ડરસન કૂપર સાથેની વાતચીત દરમિયાન ભૂતપૂર્વ પ્લેબોય મોડેલ કરેન મેકડ્યુગલ (Karen McDougal)એ જણાવ્યું હતું કે ટ્રમ્પે મારી સાથે સેક્સ માણ્યું હતું અને કમેન્ટ કરી હતી કે હું તેની દીકરી ઇવાન્કા જેવી જ બ્યુટીફુલ છું. કરેને ઘટનાક્રમની વિગતો જણાવતા કહ્યું હતું કે તે ટ્રમ્પને પ્લેબોય મેન્શનમાં સેલિબ્રિટી એપ્રેન્ટીસના શૂટિંગ વખતે મળી હતી અને પછી સેક્સ માણ્યું હતું. સેક્સ પછી ટ્રમ્પે તેને પૈસા ઓફર કર્યા પણ કરેનને એ અપમાનજનક લાગતા તેણે ના ના પાડી દીધી હતી.
પોતાના ઇ્ટરવ્યૂમાં હાલમાં 47 વર્ષની કરેને જણાવ્યું છે કે એ વાત બરાબર છે કે ટ્રમ્પને પોતાની દીકરી માટે ગૌરવ હોય પણ મારી સાથે સેક્સ માણ્યા પછી તેની સાથે મારી સરખામણી કરવાનું થોડું વિચિત્ર છે. આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરને ટ્રમ્પનું કરેન સાથે અફેર હોવાની વાતને ખોટી ગણાવવામાં આવી છે. જોકે કરેન સિવાય એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ સ્ટ્રોમી ડેનિયલે પણ ટ્મ્પ પર તેની સરખામણી દીકરી ઇવાન્કા સાથે કરવાનો આરોપ મૂક્યો છે.