સોશિયલ મીડિયા સ્ટાર ગર્લને તેની જ માતાના સિક્રેટ બોયફ્રેન્ડની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. યુવતીનું નામ મહેક બુખારી છે. તે 24 વર્ષની છે. સોશિયલ મીડિયા પર તેની ઓળખ બ્યૂટી અને લાઈફસ્ટાઈલ ક્રિએટરની છે. તેણે તેની માતાના 21 વર્ષીય બોયફ્રેન્ડ સાકિબ હુસૈન અને તેના સમાન ઉંમરના મિત્ર હાશિમ ઈજાઝુદ્દીન વચ્ચે અકસ્માત કરાવ્યો હતો. જેમાં બંનેના મોત થયા હતા. તેણે ફેબ્રુઆરી 2022માં આ ઘટનાને અંજામ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હુસૈને મહેકની 46 વર્ષીય માતા અંસરીન બુખારીને કથિત રીતે બ્લેકમેલ કરી હતી કે તે તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. જેથી બંને વચ્ચેના સંબંધો વિશે બધાને ખબર પડે. અન્સરીન આ સંબંધનો અંત લાવવા માંગતી હતી.


આ અઠવાડિયે ઈંગ્લેન્ડની લેસ્ટર ક્રાઉન કોર્ટમાં જ્યુરી દ્વારા અન્સરીનને પણ દોષિત ઠેરવવામાં આવી હતી. મહેકે તેની માતાને મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેણીએ વોટ્સએપ પર મેસેજ કર્યો, 'હું તેને ટૂંક સમયમાં કેટલાક લોકોની મદદથી પકડી લઈશ.'


હુસૈનને ફસાવીને તેની હત્યા કરી નાખી
ત્યારબાદ મહેકે જાળ બિછાવી. તેણે હુસૈનને સંબંધ વિશે મોં બંધ રાખવા કહ્યું અને તેના બદલે તેને $3000 આપવામાં આવશે. હુસૈન જ્યારે તેના મિત્ર સાથે પૈસા લેવા નીકળ્યો ત્યારે જ બે ગાડીઓ પીછો કરવા લાગી હતી. તેણે પોલીસને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. હુસૈને કહ્યું કે તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની ચીસો સાથે ફોન રણક્યો અને કાર અકસ્માત થયો. જેમાં બંનેના મોત થયા હતા.


અન્યોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા
ગાડીના ચાલક  29 વર્ષના રેખાન કારવાન અને 23 વર્ષના રઈસ જમાલને પણ હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ષડયંત્રમાં સામેલ 23 વર્ષીય તનાશા અખ્તર, 28 વર્ષીય અમીર જમાલ અને 23 વર્ષીય સનાફ ગુલામુસ્તફાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ લોકો તે સમયે હુસૈનનો પીછો કરતા કારમાં સવાર હતા. જ્યુરીએ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા 28 કલાક સુધી ચર્ચા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube