નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર રોજે રોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ, હાલ એક અલગ જ અને લોકોને મુંઝવણમાં મુકી દે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં, એક ઝાડમાંથી ઝરણાંની જેમ પાણી વહી રહ્યું છે. આ વીડિયોએ સામાન્ય લોકો સાથે વૈજ્ઞાનિકોને પણ હેરાન કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાદુ એક એવું સાયન્સ છે જેને નથી કોઈ સમજી શકતું નથી સમજાવી શકતું. અને વિશ્વમાં સૌથી મોટું કોઈ જાદુગર હોય તો તે છે, કુદરત. કુદરત એવા એવા જાદુ કરે છે, કે લોકો હક્કા બક્કા રહી જાય છે. કુદરતની કેટલીક કારીગરી પર મનુષ્ય વિશ્વાસ પણ નથી કરી શકતો. કેમ કે કેટલીક કુદરતી ઘટનાઓ એવી અજીબ હોય કે તેને સમજવું મનુષ્યના દિમાગ માટે અસંભવ છે. ત્યારે, હાલ એવા જ એક કુદરતી ચમત્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો સૌ કોઈને વીચારવા માટે મજબૂર કરી નાખ્યાં છે. દક્ષિણ પૂર્વી યૂરોપના મોટેનેગ્રોમાં એક મલબેરીનું ઝાડ પાણી એવી રીતે વહાવી રહ્યું છે,કે તમને એવું લાગ્શે કે અંદર કોઈએ નળ ફિટ કર્યો હોય.

અહીં ઝાડમાંથી નીકળવા લાગ્યું પાણી:
આ નજારાએ સોશિયલ મીડિયા યૂઝર્સને ભ્રમિત કરી નાખ્યાં છે, કે એક ઝાડ કેવી રીતે પોતાની અંદરથી પાણી કાઢી શકે. આ પ્રથમવાર નથી કે મોટેનેગ્રોના મલબેરીના ઝાડમાંથી પાણી નીકળવાની વીડિયો ક્લિપ વાયરલ થઈ હોય. તમને જણાવી દઈએ કે અહીં દર વર્ષે આવું થાય છે. દર વર્ષે 1 કે 2 દિવસ માટે ઝાડની છાલમાંથી પાણી વહે છે.


 

મોંટેનેગ્રોની રાજધાનીમાં જોવા મળ્યા આ દ્રશ્યો:
જે વીડિયો હાલ તમે જોયો તે મોંટેનેગ્રોની રાજધાની મોડગોરિકાના ડાયનાસા  ગામનો છે. આ રહસ્યમયી પ્રક્રિયા પાછળ હક્કિત શું છે આવો જાણીએ તેના વૈજ્ઞાનિક કારણો.


ઝાડમાંથી પાણી નીકળવાનું શું છે કારણ?
પોડગોરિકાના આ ગામમાં ઝાડમાંથી પાણીની ધારાઓ વહે છે. આ ધારાઓની એક સ્પ્રિંગ દ્વારા વધારવામાં આવે છે. સ્પ્રિંગ જ્યારે બર્ફ પિગળે અથવા કોઈ જગ્યાએ ભારે વર્ષા થાય, તો ઓવરફ્લો થાય. આ ઝાડની નિચેથી કેટલી એવી જ સ્પ્રિંગ વહે છે. જેના કારણે પાણી બહાર આવે છે.