વોશિંગટન: ભારતીય મૂળની અમેરીકી શ્રી સૈનીને ન્યૂજર્સીના ફોર્ડ્સ સીટીમાં આયોજિત સમારોહમાં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ-2018 સિલેક્ટ કરવામાં આવી છે. ભારતીય મૂળના લોકોની 27મી વાર્ષીક વૈશ્વિક સૌંદર્ય પ્રતિયોગિતામાં ઓસ્ટ્રેલિયાની સાક્ષી સિન્હા અને બ્રિટેનની અનુશા સરીનને ક્રમશ: પ્રથમ અને દ્વિતીય રનર અપ સિલેક્ટ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્ક સ્થિત ઇન્ડિયા ફેસ્ટિવલ કમેટી (આઇએફસી) દ્વારા આયોજિત આ પ્રતિયોગિતાના પ્રવાસી ભારતીય સમુદાયની સૌથી જુની અને મોટી સોંદર્ય પ્રતિસ્પર્ધા માનવામાં આવે છે.


વધુમાં વાંચો: માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ


હાલમાં 22 વર્ષીય શ્રીનો 12 વર્ષની ઉંમરમાં ડોક્ટરે કહ્યું હતું કે પેસમેકર લગાવ્યા બાદ તેઓ ક્યારે પણ નૃત્ય કરી શકશે નહી પરંતુ પ્રતિયોગિતા જીતનાર શ્રીએ કહ્યું કે તમારે ક્યારેય હાર માનવી જોઇએ નહીં.



પંદર વર્ષની ઉંમરમાં તેમના બીન સરકારી સંગઠન શરૂ કરવનારી શ્રીએ કહ્યું, હું આ હકીકતમાં વિશ્વાસ કરું છું કે તમારી વારસો નક્કી કરશે કે તમે બીજાઓને કેવી રીતે અનુભવો છો અને તમારા જીવનકાળમાં તમે કયા સકારાત્મક ફેરફારો કરો છો. આ વાર્ષિક સૌંદર્ય સ્પર્ધામાં લગભગ 17 દેશોની ભારતીય સુંદરિયોએ ભાગ લીધો હતો.


વધુમાં વાંચો: 104.4 કરોડની લોટરી લાગવા પર આ ભારતીય શખ્સે સૌથી પહેલા એ કામ કર્યું કે તમે કરશો સેલ્યુટ


હરિયાણામાં વસવાટ કરતી મંદીપ કૌર સંધૂને મિસેઝ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2018 સિલેક્ટ કરવામાં આવી છે. એક પુત્રની માં સંધૂએ લગ્નના પહેલા વર્ષ દરમિયાન એક રોડ અકસ્માતમાં તેના પતિને ગુમાવ્યો હતો.
(ઇનપુટ ભાષા)


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...