કોલંબોઃ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાના ભારે વિરોધ છતાં પણ શ્રીલંકા સરકારની સંસદીય સમિતિએ 'ઈસ્ટર હુમલા'ની ઘટનાની તપાસ મંગળવારે શરૂ કરી દીધી છે. શ્રીલંકામાં ઈસ્ટરના તહેવાર પ્રસંગે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 11 ભારતીય સહિત 258 લોકોનાં મોત થયા હતા. કેબિનેટના પ્રમુખ રાષ્ટ્રપતિ સિરિસેનાએ ગયા અઠવાડિયે ધમકી આપી હતી કે જો સરકારે સસંદીય તપાસ બંધ કરવા માટે તાત્કાલિક પગલાં નહીં લીધાં તો તેઓ કેબિનેટની બેઠકમાં ભાગ લેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદીય સમિતિએ એ મુસ્લિમ નેતાઓના નિવેદન નોંધવા સાથે તપાસની શરૂાત કરી છે, જેમણે જણાવ્યું હતું કે, તેમણે દેશમાં કટ્ટરપંથ આગળ વધી રહ્યો છે તેવી વારંવાર ચેતવણી આપી હતી. સમિતિએ પશ્ચિમ રાજ્યના પૂર્વ ગવર્નર અજથ સૈલીને પણ નિવેદન આપવા બોલાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય રીતે મંગળવારે સવારે યોજાતી કેબિનેટની બેઠક આ વખતે રાષ્ટ્રપતિએ બોલાવી ન હતી. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...


શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટને આ ઘટનાની સુનાવણી રોકવાનો આદેશ આપ્યો હતો. સિરિસેનાએ જણાવ્યું હતું કે, આ એક બિનજરૂરી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે કે, ગુપ્તચર વિભાગના ટોચના અધિકારીઓની ઓળક મીડિયા સમક્ષ જાહેર થઈ જશે. 


તેમણે જણાવ્યું કે, તેઓ સેનાના વર્તમાન અધિકારીઓને પીએસી સમક્ષ નિવેદન આપવાની મંજુરી આપશે નહીં. તેમણે સ્પીકર કારૂ જયસૂર્યાને પત્ર લખીને પીએસસીને રોકવા પણ વિનંતી કરી છે. જયસૂર્યાએ કહ્યું કે, પીએસસી એક સંસદીય બાબત છે અને તે ચાલુ રહેશે. 


જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...