હ્યુસ્ટન: બલુચિસ્તાન બાદ પાકિસ્તાનના સિંધી સમાજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની આઝાદીની માગણી ઉઠાવી છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ  કાર્યક્રમ અગાઉ મોટી સંખ્યામાં સિંધી, બલોચ અને પખ્તુન સમુદાયના પ્રતિનિધિઓ હ્યુસ્ટનમાં ભેગા થયા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં સિંધી કાર્યકર્તા ઝફરે કહ્યું કે બાંગ્લાદેશની જેમ સિંધની પણ પાકિસ્તાનથી આઝાદ કરવામાં ભારત અમારી મદદ કરે. સિંધી કાર્યકર ઝફરે કહ્યું કે પાકિસ્તાનના સિંધી લોકો એક સંદેશ સાથે હ્યુસ્ટનમાં આવ્યાં છે. જ્યાં મોદીજી સવારે અહીંથી પસાર થશે ત્યારે અમે અમારા સંદેશ સાથે અહીં પહોંચીશું કે અમને આઝાદી જોઈએ છે. અમને આશા છે કે મોદીજી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમારી મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO


તેમણે કહ્યું કે અમે સિંધી અમારા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારા સિંધ પ્રાંતની આઝાદીની માગણી કરીશું. પાકિસ્તાનમાં અમારો નરસંહાર થઈ રહ્યો છે. અમારા અનેક અધિકારીઓ ખતમ કરવામાં આવી રહ્યાં છે. જે રીતે 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે ભારતે મદદ કરી હતી તે જ રીતે પાકિસ્તાનથી સિંધને આઝાદી અપાવવામાં અમારી મદદ કરો. 


US: શીખ સમુદાયે PM મોદી સાથે કરી મુલાકાત, IGI એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ એરપોર્ટ કરવાની માગણી


સિંધી સમાજના પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાનની રિયાસત ફાસિસ્ટ અને આતંકી રિયાસત છે. ત્યાં માણસોની લાશો વેચાય છે. લઘુમતીઓને કોઈ અધિકાર અપાયા નથી. અમે ઈચ્છીએ છીએ કે મોદીજી અને ટ્રમ્પ અમારી મદદ કરે. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈને આતંકી જાહેર કરવામાં આવે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...