સિંગાપુર: કોરોના વાયરસ ટેસ્ટિંગને (Covid-19 Testing) સરળ બનાવવાના પ્રયત્ન વચ્ચે સિંગાપુરમાં (Singapore) 1 મિનિટમાં શ્વાસ દ્વારા કોવિડ-19 ની જાણકારી મળતા ઉપકરણને ઇમરજનસી ઉપયોગની મંજૂરી મળી છે. આ ઇક્વિપમેનટનું નામ બ્રેફેન્સ ગો કોવિડ-19 બ્રેથ ટેસ્ટ સિસ્ટમ છે. જેને નેશનલ યૂનિવર્સિટી ઓફ સિંગાપુરે (NUS) ભારતમાં જન્મેલા એક પ્રોફેસરની મદદથી વિક્સિત કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ ચેકપોઈન્ટ્સ પર થશે ઉપયોગ
આ ઉપકરણનો NUS ની બ્રેથોનિક્સ (Breathonix) કંપનીએ વિકસિત કર્યું છે અને અહીં શ્વાસથી કોવિડ 19 ની તપાસ કરવા માટે મંજૂરી મેળવનાર પ્રથમ ઉપકરણ છે. કંપનીએ આ અઠવાડિયે નિવેદન જાહેર કર્યું છે કે, બ્રેથોનિક્સ હવે સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે મળીને કામ કરી રહ્યું છે, તે ટ્યૂસ ચેકપોઈન્ટ પર તેમની ટેક્નોલોજીના ડેવલપમેન્ટ ટ્રાયલ કરવા પર ફોક્સ કરી રહ્યા છે, જ્યાં આવનારા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. યાત્રીઓને હવે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:- વેક્સીનેશન બાદ બૂસ્ટર ડોઝ લેવા માટે મનમાં સવાલ? તો અહીં મળશે તમામ જવાબ


માત્ર ફૂંક મારી જાણી શકાય છે કોરોના છે કે નહીં
જો કે, શ્વાસ દ્વારા થતી તપાસની સાથે કોવિડ-19 એન્ટીજન તપાસ પણ થશે. કંપનીના જણાવ્યા અનુસાર ટેસ્ટિંગ માટે વ્યક્તિએ તેની સાથે જોડાયેલા એક સમયના ઉપયોગમાં લેવાતા સાધનોમાં ફૂંકવું પડશે અને તપાસનું પરિણામ એક મિનિટથી પણ ઓછા સમયમાં આવશે. જો કોઈ વ્યક્તિ આ પરીક્ષણમાં સંક્રમિત આવે છે, તો પુષ્ટિ માટે તેની આરટીપીસીઆર પદ્ધતિ દ્વારા તપાસ કરવામાં આવશે.
(ઇનપુટ ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube