નવી દિલ્હી: કેરળના ત્રિશુરના સિસ્ટર મરિયમ થ્રેસિયા સહિત 5 ખ્રિસ્તી ધર્મગુરુઓને પોપ ફ્રાન્સિસ આજે વેટિકન સિટીમાં સંત જાહેર કરશે. રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેર પર થનારા આ સમારોહમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુરલીધરન પોતે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળથી છે. આ અવસરે કાર્ડિનલ જ્હોન હેનરી ન્યૂમેન, ગ્યુસેપિના વન્ની, ડુલસ લોપસ પોન્ટેસ, અને મર્કેઈટ બેયસને પણ કેનોનીઝ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થ્રિસિયાને તેમના નિધનના 93 વર્ષ બાદ સંતનો દરજ્જો આપવામાં આવશે. તેઓ કેરળના ત્રિશુર જિલ્લા સ્થિત સિસ્ટરોના હોલી મિલન સંઘની સંસ્થાપક હતી. 26 એપ્રિલ 1876ના રોજ ત્રિશુરમાં જન્મેલા થ્રેસિયાને પોપ જોન પોલ દ્વિતીયએ 9 એપ્રિલ 2000ના રોજ પવિત્ર આત્મા જાહેર કર્યા હતાં. વેટિકનના જણાવ્યાં મુજબ મરિયમને રહસ્યમય અનુભવો હતાં જેમાં ઉપચાર અને ભવિષ્યવાણીની પણ ભગવાનની ભેટ હતી. અનેક ચમત્કારિક ઈલાજ સિસ્ટર મરિયાન સાથે જોડાયેલા છે. જેમાંથી એક મેથ્યું પેલિસરીનો કેસ સામેલ છે. 


પેલિસરીના પગ જન્મજાત ખરાબ હતાં પરંતુ પ્રાર્થના અને સિસ્ટર મરિયમ થ્રેસિયાની મદદ બાદ ઠીક થયા હતાં. મેથ્યુના કેસની વેટિકન દ્વારા તપાસ કરવામાં આવી હતી જેણે સિસ્ટર મરિયમ થ્રેસિયાને સંત બનાવવામાં ભૂમિકા ભજવી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...