Shocking News: સ્વસ્થ રહેવા માટે દરેક જણ કઈ ને કઈ ઉપાય અજમાવતા હોય છે. કેટલાક લોકો પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે સવારે ઉઠીને યોગ અને ધ્યાન કરે છે. જ્યારે કેટલાક લોકો જીમમાં જઈને કસરત કરે છે. એક સ્વસ્થ શરીર માટે કસરત ખુબ જરૂરી હોય છે. જો કે અહીં પણ એ સલાહ આપવામાં આવે છે કે કસરત કરવા દરમિયાન તમને કોઈ ગંભીર બીમારી ન થવી જોઈએ. પરંતુ અહીં તમને એક એવા ચોંકાવનારા સમાચાર જણાવીશું જે જાણીને તમે કસરત કરતા પહેલા સો વાર વિચાર કરશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્લફ્રેન્ડ સાથે રાતે કરી રહ્યો હતો આ કામ
Bristol News ના જણાવ્યાં મુજબ ઈંગ્લેન્ડના એક 21 વર્ષના યુવકનું મોત કસરત કરવા દરમિયાન થઈ ગયું. હેનરી નામના આ હટ્ટાકટ્ટા યુવકની બહેને આ દર્દનાક કહાની જણાવી. બહેને જણાવ્યું કે તેનો ભાઈ તેની પ્રમિકા સાથે મોડી રાતે જીમમાં વર્ક આઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ચક્કર ખાઈને પડ્યો અને તેનું મોત  થઈ ગયું. 


UP: એક એવા CM જે પોતાની જાતને ચોર ગણાવતા હતા, કહેતા- ગલી ગલીમેં શોર...


હેનરીને દરેક જણ કોઈ ફિટનેસ ફ્રીક વ્યક્તિ તરીકે જોતા હતા. તે ગમે તેટલો બીઝી કેમ ન હોય પરંતુ અડધી રાતે પણ જીમમાં વર્કઆઉટ કરતો હતો. રાતે જીમમાં જવાનો તેનો શોખ જીવલેણ નીવડ્યો. યુવકની બહેને જણાવ્યું કે તેના ભાઈએ 10 જાન્યુઆરીના રોજ રાતે સાડા દસ વાગ્યાની આસપાસ તેની ગર્લફ્રેન્ડની ફોન કર્યો અને પ્યોર જીમમાં બોલાવી. તેની ગર્લફ્રેન્ડ હોલી  પ્યોર જીમમાં તેની સાથે એક્સસાઈઝ કરવા માટે આવી. 


જીમમાં ચક્કર ખાઈ પડ્યો
બહેને જણાવ્યું કે એક કલાક કસરત કર્યા બાદ તેના ભાઈને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ તે નીચે પડી ગયો. હેનરી નીચે પડતા જ તેની ગર્લફ્રેન્ડે તરત 999 પર કોલ કર્યો. કોલની 10 મિનિટ બાદ જીમમાં એમ્બ્યુલન્સ આી અને હેનરીને હોસ્પિટલ લઈ ગઈ. જો કે ત્યારે ખુબ મોડું થઈ ગયું હતું. હેનરીનું જીમમાં જ મોત થઈ ચૂક્યું હતું. 


અવળચંડા ચીનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો, અરુણાચલ પ્રદેશમાં આ ઘટનાને આપ્યો અંજામ!


ત્યારબાદ જ્યારે જીમના સીસીટીવી કેમેરા ચેક કરાયા તો તેમા જોવા મળ્યું કે હેનરી અચાનક નીચે પડ્યો અને તેનું મોત નિપજ્યું. જેણે પણ આ વીડિયો જોયો તે હેનરીના મોત પર વિશ્વાસ નથી કરી શકતા. એમ્બ્યુલન્સ સાથે આવેલા ડોક્ટર્સે પણ એક કલાક સુધી હેનરીને બચાવવાની કોશિશ કરી પરંતુ પછી તેમણે હેનરીને મૃત જાહેર કરી દીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube