વોશિંગટનઃ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાની રાજધાની સૈક્રામેન્ટોના એક વ્યસ્ત વિસ્તારમાં થયેલી ગોળીબારીમાં છ લોકોના મોત થયા છે તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણકારી સ્થાનીક પોલીસે આપી છે. સૈક્રામેન્ટ પોલીસ વિભાગે કહ્યું કે રવિવારે સવારે ગોળીબારીની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારીમાં ઓછામાં ઓછા 15 લોકો પ્રભાવિત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો રસ્તા પર ભાગતા જોવા મળ્યા, જ્યારે બેકગ્રાઉન્ડમાં ગોળી ચાલવાનો અવાજ સંભાળાઈ રહ્યો છે. વીડિયોમાં સ્થળ પર એમ્બ્યુલન્સ જતી જોવા મળી છે. પોલીસે ઘટના વિશે વિસ્તારથી વધુ જાણકારી ન આપી પરંતુ એક ટ્વીટમાં કહ્યું કે, ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 


ઇમરાન ખાનનો વિપક્ષ પર હુમલો, કહ્યું- તે સમજી ન શક્યા આખરે શું થઈ ગયું?


ઘરેલૂ વિવાદ ઉકેલવા પહોંચેલા પોલીસકર્મીનું મોત
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ વિવાદ ઉકેલવા પહોચેંલી પેન્સલવેનિયા પોલીસના એક અધિકારીનું ગોળીબારીમાં મોત થઈ ગયું અને બે અન્ય અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. લેબનાનના મેયર શેરી કૈપેલોએ જણાવ્યુ કે કોઈ વિવાદની સૂચના મળ્યા બાદ બપોરે આશરે 3.30 પોલીસ શહેર સ્થિત એક મકાનમાં પહોંચી હતી. આશરે એક કલાક બાદ ત્યાં ગોળીબારી થઈ જેમાં ત્રણ અધિકારી ઈજાગ્રસ્ત થઈ ગયા અને એકનું મોત થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube