North Korea News: બે વર્ષથી આખી દુનિયાને હચમચાવી નાખતા કોરોના વાયરસે આખરે આટલા સમય બાદ ઉત્તર કોરિયામાં પણ એન્ટ્રી કરતા જ હાહાકાર મચી ગયો છે. એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય 'તાવ'ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે કે આ તાવના કારણે 6 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કોરિયા સરકારના જણાવ્યાં મુજબ 1,87,000 લોકોને આઈસોલેટ કરીને તેમની સારવાર થઈ રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરાયું કે આ જે તાવથી લોકોના મોત થઈ રહ્યા છે તે તાવ કયો છે. પરંતુ બે વર્ષ બાદ ઉ.કોરિયામાં કોરોનાએ દસ્તક આપી છે. નવા કેસની પુષ્ટિ થયા બાદ કિમ જોંગ ઉને દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધુ. તેમણે અપીલ પણ કરી કે કોરોનાથી બચવાના ઉપાય લોકો અજમાવે અને કડકાઈથી પાલન કરે. મીડિયા રિપોર્ટ મુજબ રાજધાની પ્યોંગયાંગમાં અનેક લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ. લોકોને ઘરોમાં રહેવા જણાવાયું છે. 


ગજબ...આ દેશમાં કોરોનાનો પહેલવહેલો કેસ નોંધાતા જ ફફડાટ! તાબડતોબ દેશવ્યાપી લોકડાઉન લાગ્યું


China-Pakistan: પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ નવું ષડયંત્ર, PoK નો આ વિસ્તાર ચીનને ભેટ કરશે


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube