નવી દિલ્હી: દુનિયામાં ફૂલોની અનેક જાતિ જોવા મળે છે. કેટલાકની ચિત્ર વિચિત્ર રંગો કે ખુબીઓ પણ હોય છે. આવી જ એક ખુબ આ ફૂલની છે. આ ફૂલનું નામ છે ડિપહિન્લેયા ગ્રે. આ ફૂલ જોવામાં તો બાકીના ફૂલોની જેમ જ છે. પરંતુ તેમાં એક અલગ પ્રકારની ખુબી છે. આ ફૂલ અને પાણીનો એક અલગ પ્રકારનો જ સંબંધ છે કારણ કે પાણીની સાથે સંપર્કમાં આવતા જ આ ફૂલ એકદમ અલગ જ રંગરૂપમાં જોવા મળે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હકીકતમાં જેવું આ ફૂલ પાણીના સંપર્કમાં આવે છે કે તે એકદમ પારદર્શક બની જાય છે. ક્રિસ્ટલ જેવું દેખાય છે. એવું લાગે જાણે ક્રિસ્ટલનું બન્યું હોય. ફૂલની પાંખડીઓમાં ઢીલી કોશિકાઓની સંરચનાના કારણે આવું બનતું હોય છે. એક રિપોર્ટ મુજબ પાંખડીઓ પર પાણીના ટીપા પડવાથી એક વોટર ઈન્ટરફેસ બની જાય છે. આવામાં રોશની ફૂલની આરપાર થઈ જાય છે. 



આ ફૂલ જાપાનના પહાડી વિસ્તારોમાં મળી આવે છે અને લોકો તેને સ્કેલેટન ફ્લાવર પણ કહે છે. 



વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...