Sleeping Village Kalachi: જ્યારે પણ ખાવા અને સૂવાનો ઉલ્લેખ આવે છે ત્યારે મનમાં કુંભકર્ણની યાદ તો આવી જ જાય છે. રાવણનો ભાઈ કુંભકર્ણ તેની ઊંઘ માટે જાણીતો હતો. તે વર્ષમાં 6 મહિના સૂતો હતો અને 6 મહિના જાગતો હતો. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું ગામ છે જ્યાં કુંભકર્ણને પણ ફેલ કરી દેનારા લોકો રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે રીતે માણસ માટે શ્વાસ લેવો, ખાવું અને પાણી પીવું જરૂરી છે, તેવી જ રીતે ઊંઘ પણ જરૂરી છે અને આ વાત વિજ્ઞાન અને શાસ્ત્રોમાં સમજાવવામાં આવી છે. કહેવાય છે કે સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, પરંતુ કામના બોજ હેઠળ આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે લોકોને ઊંઘનું મહત્વ સમજાવવા માટે સ્લીપ ડે તરીકે ઉજવવામાં આવે છે.. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં લોકો કુંભકર્ણને પણ સુવાની બાબતમાં ફેલ કરી દે એમ છે.


અહીં અમે વાત કરી રહ્યા છીએ કઝાકિસ્તાનના કલાચી ગામની…જ્યાં લોકો મહિનાઓ સુધી સૂતા રહે છે. જેના કારણે દુનિયા તેને સ્લીપી હોલો વિલેજ(Sleepy Hollow Village)ના નામથી પણ ઓળખે છે. અહીં રહેતા લોકો વારંવાર સૂતા રહે છે. જેના કારણે અહીંના લોકો પર ઘણા સંશોધનો થયા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પરિણામ સામે આવ્યું નથી.


શા માટે લોકો અચાનક ઊંઘી જાય છે?
આ ગામ વિશે કેટલાક વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ગામમાં યુરેનિયમની ખૂબ જૂની ખાણ છે. જેના કારણે ત્યાંથી ઝેરી ગેસ નીકળતો રહે છે. નવાઈની વાત એ છે કે વર્ષોથી તેનો ઉપયોગ થતો નથી જેના કારણે અહીંનું પાણી પણ સંપૂર્ણ દૂષિત થઈ ગયું છે. એટલા માટે જે વ્યક્તિ તેના પ્રભાવમાં આવે છે તે ઘણા મહિનાઓ સુધી સૂઈ રહે છે. વૈજ્ઞાનિકોના મતે આ ગામમાં પવન અને પાણીના કારણે આ સ્થિતિ બની છે. પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી.


તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર માણસો જ નહીં, પ્રાણીઓ પણ આ બીમારીથી પીડિત છે. આ સિવાય અહીં એક વાર સૂનારને કંઈ યાદ પણ રહેતું નથી. જ્યારે આ લોકો ઉઠ્યા ત્યારે તેમને કંઈ જ યાદ નહોતું કે શું થયું.. આ સ્થળના લોકો, જેઓ એક વિચિત્ર ઊંઘની સમસ્યાથી પીડાય છે, તેઓ ચાલવા, જમતી વખતે અથવા સ્નાન કરતી વખતે ગમે ત્યારે સૂઈ જાય છે. પ્રશાસને દાવો કર્યો હતો કે યુરેનિયમની ખાલી ખાણોમાં પાણી ભરાવાને કારણે આ પ્રતિક્રિયા થઈ રહી છે, જેના કારણે ઝેરી વાયુઓ લીક થઈ રહ્યા છે.