US Plane Crash: વીજળીના થાંભલામાં ઘૂસી ગયું વિમાન, 90 હજાર લોકો મૂકાયા મુશ્કેલીમાં, પોલીસે આપી આ ચેતવણી
Plane Crash: અમેરિકાના મેરિલેન્ડમાં રવિવારે રાતે એક નાનકડું વિમાન વીજળીના થાંભલામાં ઘૂસી ગયું અને ત્યારબાદ હજારો લોકોના ઘરમાં બત્તી ગૂલ થઈ ગઈ. આ ઘટના મોન્ટગોમેરી કાઉન્ટીમાં ઘટી. આ ઘટનામાં હજુ ઘાયલ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી.
Plane Crash: અમેરિકાના મેરિલેન્ડમાં રવિવારે રાતે એક નાનકડું વિમાન વીજળીના થાંભલામાં ઘૂસી ગયું અને ત્યારબાદ હજારો લોકોના ઘરમાં બત્તી ગૂલ થઈ ગઈ. આ ઘટના મોન્ટગોમેરી કાઉન્ટીમાં ઘટી. આ ઘટનામાં હજુ ઘાયલ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. બે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. વોશિંગ્ટન પોસ્ટે સ્થાનિક અધિકારીઓના હવાલે આ માહિતી આપી.
આ પ્લેન ક્રેશના કારણે સમગ્ર મોન્ટગોમરી કાઉન્ટીમાં 90 હજાર ઘરો અને કોમર્શિયલ એકમોની વીજળી જતી રહી. જેનો અર્થ એ છે કે કાઉન્ટીના એક ચતુર્થાંશ ભાગના લોકો વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. મોન્ટગોમરી કાઉન્ટીના પોલીસ વિભાગે ટ્વીટ કરીને કહ્યું કે રોથબરી ડો એન્ડ ગોશેન આરડી વિસ્તારમાં એક નાનકડું વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયું. જેના કારણે કાઉન્ટીમાં વીજળી ગૂલ થઈ ગઈ. @Mcfrs ઘટનાસ્થળે છે. એમ પણ કહ્યું કે મહેરબાની કરીને આ વિસ્તારથી દૂર રહો કારણ કે અહીં અનેક તાર છે, જેમાં કરન્ટ પસાર થઈ રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube